________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
હુકમ ચઢાવે નિજ શિર ઉપર, આજ્ઞા કરી તે પ્રમાણે, સ્વામી હુકમમાં કરે ન શંકા, કરે ન તાણું તાણ; ફૂટે ના લાંચ લેઈરે, પાપે નહીં પેટ ભરે. સેવક. ૨ સાગર પેઠે ગંભીર મનને, થઈ સમાવે સર્વ, વિશ્વાસઘાતી કદી ન થાતે, સ્વને કરે ના ગર્વ
સ્વામીનું તે પોતાનું રે, માની નીતિ દીલ ધરે. સેવક. ૩ પિંડ પડે પણ ફર્જ ન ચૂકે, સ્વામી સુખે સુખ, સ્વામીની છાયા થઈ ફરતે, સ્વામીના દુઃખે દુઃખ; સ્વામીનું દીલ જાણે રે, સ્વામી દીલમાંહિ ઉતરે. સેવક. ૪ ભેદ ખેદ ને દ્વેષ તજીને, સાંખી મનમાં સર્વ, ફે પિતાની સેવતો, માને દિવસ સહુ પર્વ સંકટ સર્વે સહતે રે, પ્યાર ગણું પ્રાણ પરે. સેવક. ૫ સેવક ભક્ત સ્વામી વશમાં, હનુમાન ને રામ, સાચા સેવક અમર થયા કે, કરી ગયા શુભ કામ;
બુદ્ધિસાગર બધે રે, સેવ સ્વામી જૈને ફરે. સેવક. ૬ સં. ૧૯૬૯ ચૈત્ર વદિ ૫
- गुणानुरागीनी बलिहारी. १६..
રાગ--ધીરાના પદને. ગુણાનુરાગી જે છે રે, તેની જાઉં બલિહારી, માર્ગાનુસારી મેટ રે, જગતમાં જયકારી. ગુણાનુરાગી. સમકિતનો અધિકારી સાચે, ગુણાનુરાગી જીવ, ગુણ સંસ્કારો પાડે ઘટમાં, બનાવે જીવને શિવ; દેને જલદી દહ રે, થાવે ગુણગણ કયારી. ગુણાનુરાગી. ૧ ગુણને દેખે જ્યાં ત્યાં જ્ઞાને, દોષ ઉપર ના દષ્ટિ, દોષી દેખી દીલ ન દાઝે, સરજે અન્તરૂની સૃષ્ટિ; હષે હૈડું હર્ષે રે, જ્ઞાની દેખી અનગારી. ગુણાનુરાગી. ૨
For Private And Personal Use Only