________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
શરણ તમારું રે સાચું આદર્યું, આશ્રય એક તુમ સ્વામી રે; કેવળજ્ઞાનીની આગળ શું કહું, જાણે સહુ નિષ્કામી રે. સખ્ત ૩ દુષમકાળે રે મારે આશરે, તુજ આગમ સુખકારી રે; તુજ શાસનમાં રે રાચું રાગથી, સત્યપણું નિર્ધારી રે. સખ્ત ૪ પાત્રપણું મુજ આપ પ્રેમથી, પ્રાણતણું આધાર રે; બુદ્ધિસાગર શિવસુખ આપશે, પરમ પ્રભુ મુજ પ્યારા રે. સખ્ત, ૫
સં. ૧૯૬૮ ચૈત્ર વદિ ૨
is સાધુ સેવા.==
હવે મને હરિ નામ શું નેહ લાગ્યો–એ રાગ. સાધુની સેવા મીઠા છે મોક્ષના મેવા, સેવામાંહી વસે દેવા રે. સાધુ. ૧ સાધુ સેવાથી મળે છે શિવસુખ, મુક્તિનું દ્વાર જયકારી, સાધુ સેવાથી મળે અન્ય કોથી ન મળે, ફેક કદિ ન થનારી રે. સાધુ ૨ સાધુ સતેની ચાકરીમાં ભાખરી, ગંગા નદી દિવ્ય સેવા; તીર્થો સમાયાં સાધુ સેવામાં, ભક્તને સેવાની હેવા રે. સાધુ. ૩ સાધુ સન્તના દે છે બેલી, જંગમ મૂત્તિ સવાઈ; સાધુ સેવ્યા તેણે સેવ્યું છે. સર્વે, જંગમ તીર્થ વડાઈ છે. સાધુ. ૪ જિનાજ્ઞાધર સાધુ સેવીને, ધર્મની કરવી કમાણી; બુદ્ધિસાગર સાધુ ચરણરજ, કરે પવિત્ર જગ પ્રાણ રે. સાધુ. ૫
સં. ૧૯૬૯ ચૈત્ર વદિ ૪.
» રવ. -
રાગ–ધીરાના પદને. સેવક કેઈક સાચે રે, સમર્પણ સર્વ કરે, બેલેલા બેલ પાળે રે, સેવામાંહી પ્રેમ ધરે–સેવક. પ્રાણ ગણે નહિ પ્રભુને અર્થે, સાચી નિષ્ઠા નેક, સેવક ફરજો અદા કરે છે; મનમાં ધરીને ટેક; ભમતે ના ભામા રે, દગાથી દીલ ખબ ડરે. સેવક. ૧
For Private And Personal Use Only