________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
ભજનપદ્ય સંગ્રહ.
* = असत्सङ्गथी दूर रहे. સાર મળે ના સંગત કરતાં, ત્યાંથી આઘા ખસીએ; સદ્દગુણ મળતા જેની સંગે, ત્યાં પ્રેમે બહુ વસીએ. દોષ દ્રષ્ટિથી દેખે જન છે, તેની સંગત તજીએ; બુદ્ધિસાગર સદ્દગુરૂ સંગે, પરમ પ્રભુને ભજીએ. સં. ૧૮૬૯ ફાલ્ગન વદિ ૧૨
#“રવટપટી સાપુ.” á*
રાગ-ધીરાના પદને– ખટપટીયા સાધુ બેટા રે, ખેલાડુ થઈ ખેલ ખેલે, ભ્રમણામાંહી ભૂલી રે, ઠઠ્ઠા માંહી ધર્મ કેલે. ખટપટીઆ. અભિમાનથી ઉંચા ઉડી, ભૂલે આતમ ભાન, નફટ થઈને કરતા નિન્દા, મેજ મઝા મસ્તાન; સ્વારથમાં પૂરા શૂરા રે, આયુષ્યને ગાળે એળે. ખટપટીઆ. ૧ અથડાતા માયામાં આડા, અહંકારે દે આળ, . સમજાવે છેતરવા સાને, બેલે બોલે જેવા બાળ; સહે ન પરનું સારું રે, જકડાણા જરજેલે. ખટપટીઆ. ૨ કરતા કાવા દાવા કપટે, માચે પાપ મઝાર, વિશ્વાસઘાતી હૈને વાંકા, આચરતા આચાર; મુખેથી મીઠા રે, મનમેલ નહી મેલે. ખટપટીઆ. ૩ માથું મુંડાવ્યું મન ના મુંડાવ્યું, કરતા માથાકૂટ, બાંઠા બહ વચનોને બોલે, કુલી કરાવે ફૂટ; મેહમાં મુંઝાયા રે, સાચા સદગુણ નવી લેં. ખટપટીઆ. ૪ ધર્મ ન જાણે જનને ધુતે, કુથલી બહુ કરનાર, જાણું ઝઘડામાં ઝંપાતા, બુડે ને બુડાવનાર; બુદ્ધિસાગર બધે રે મુકિતના ચઢો મહેલ, સમતાથી સાધુ સારા રે, ખેલાડુ શિવ ખેલ ખેલે. સં. ૧૯૬૯ ફાલ્ગન વદિ ૧૩.
For Private And Personal Use Only