________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
તથા શુદ્ધિ થતી નથી. આવા પ્રશસ્ય પ્રેમ વિના ધમ પર, ગુરૂપર અને દેવપર મન ચાંટતું નથી અને ધર્મકાર્યોમાં મન સ્થિર થતુ નથી. આત્મારૂપ કૃષ્ણની અસંખ્યાતી વૃત્તિયારૂપ ગોપીયામાં જો અશુદ્ધ પ્રેમ પ્રગટે છે તે! તેથી નરકાદિ દુઃખા પ્રાપ્ત કરવાં પડે છે અને આત્મારૂપ શ્રીકૃષ્ણની અસંખ્યાતી મનાવૃત્તિયારૂપ ગોપીયામાં વિષય વાસના રહિત શુદ્ધાત્મકૃષ્ણપર શુદ્ધ પ્રેમ પ્રગટે છે, I તેથી આત્માની પરમાત્મ દશા થાય છે અને જ્ઞાનાદિ અનંતગુ રૂપ ગેપીયાની શુદ્ધતા થાય છે. દેવ, ગુરૂ, ધર્મ' પર પ્રશસ્ય પ્રેમ પ્રગટવાથી પ્રેમદ્રારા ગુĪદિની આરાધના થાય છે. અમેએ અનેક પદોમાં-ભજતામાં, પ્રેમનું સ્વરૂપ ૬ૉન્યુ' છે તે આવુ પ્રશસ્ય પ્રેમ અને શુપ્રેમનુ સ્વરૂપ અવમેધવું. પરંતુ વૈયિક કામાદિ પર થતા પ્રેમના તે સ્વપ્નમાં પણ ત્યાગ કરવા જેઇએ, પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયેામાં થતા પ્રેમને અશુદ્ધ પ્રેમ કહેવામાં આવે છે તેને તા આત્માર્થી મનુષ્યાએ ત્યાગ કરવા જોઇએ અને આત્માપર, પરમાત્માપર થતા કામાદિ વિકાર રહિત શુદ્ધ પ્રેમને આદર કરવા જોઇએ.
જે ગુરૂ બનીને પંચેન્દ્રિયના ત્રેવીશ વિષયાના ભાગ માટે પ્રેમલક્ષણ ભક્તિનું સ્વરૂપ દર્શાવે છે, તે વિષયના દાસ જાણવા, પણ પરમાત્માના સેવા ન જ ાણુવા. શૃંગારિક—વૈષયિક પ્રેમની કિંમત તા દેવ, ગુરૂ, ધર્મ અને આત્મા આગળ એક કાડીની પણ નથી. અમારાવડે પ્રતિપાદ્ય પ્રેમ તે! જ્યાં ત્યાં પરમાત્મસ્વરૂપમાં સાહાયીભૂત પ્રશસ્ય પ્રેમ જાણુવા, સર્વ પ્રકારની વૈયિક વાસનાના નાશ કરનાર દેવ, ગુરૂ, ધર્મ પર થતા પ્રેમ છે તે પ્રશસ્ય પ્રેમ છે, અપ્રશસ્ય પ્રેમના નાશ કરવા હોય તેા દેવ, ગુરૂ, ધર્મ પર પ્રેમ ધારણ કરવા જે.એ. દેવ, ગુરૂ, ધર્મ પર શુદ્ધાત્માપદ પ્રેમ ધારણ કરતાં જ્ઞાનાગ્નિવડે પ્રેમમાં જેટલી અશુહતા–મલિનતા હૈાય છે, તેના નાશ થાય છે. માટે પ્રેમલક્ષણા ભક્તિવડે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવી જોઇએ. જે અષ્ટાદશાષહિત હોય છે, તે દેવ જાણવા. પંચ મહાવ્રતના ધારક–જિનાજ્ઞા પ્રમાણે પ્રવર્તક શ્રી સદ્દગુરૂ જાણવા અને વીતરાગ સર્વજ્ઞ કથિત શ્રુતધમ અને ચારિત્રધમ તે ધર્મ જાણવા. એ પ્રમાણે દેવ, ગુરૂ, ધર્મ પર પ્રેમ ધારણ કરવાથી શ્રદ્ધાતત્ત્વની દૃઢતા થાય છે. શ્રદ્દા અને પ્રેમને પરસ્પર નિકટના સંબંધ છે. જ્યાં શ્રદ્દા હોય છે, ત્યાં પ્રેમ હોય છે, અને જ્યાં પ્રેમ હોય છે, ત્યાં શ્રદ્ધા હૈાય છે. જેનાપર પ્રેમ થતા, નથી તેનાપર શ્રદ્ધા ચોંટતી નથી, માટે પ્રેમની સર્વ પ્રકારના ધર્મની આરાધનામાં આવશ્યકતા સિદ્ધ રે છે; માટે અમેએ લજતામાં પદોમાં પ્રેમની ઉપાદેયતા અવમેાધાવી છે. આ
For Private And Personal Use Only