________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૫
છે, તેનાથી સર્વ પ્રકારનાં મહત્તિમાં વિષ ઉતરે છે અને આત્માની સત્વર શુદ્ધિ થાય છે. શિષ્યોમાં કેવા ગુણે હોવા જોઈએ, તેનું આ પુસ્તકમાં આનુભવિક ઉદ્દગારોથી પદદ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી સદગુરૂની નિષ્કામપણે સેવા કરનારાઓને ઉદ્ધાર થાય છે. ગુરૂની ભક્તિ સેવા કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તેને કદાપિ નાશ થતો નથી. ગુરૂની ભક્તિમાં અપૂર્વ શક્તિ રહેલી છે કે જેથી ભકનો આત્મા પ્રકાશિત થયા વિના રહેતું નથી. જેને સ્વમામાં પણ ગુરૂ સંબંધી ઉત્તમ ભક્તિભાવ જામેલું રહે છે અને તેનો કરેડો જાતની પરીક્ષામાં પણ નાશ થતો નથી તેને આત્મા એજ પરમાત્મારૂપે બને છે. ભક્તિથી જે મળે છે તે કોઈનાથી મળતું નથી. પરંતુ સુજ્ઞોએ અવધવું જોઈએ કે ભક્તિનું પ્રથમ પગથીયું પ્રેમ છે.
પ્રેમસખા મત્તા પ્રેમ, રાગ, સ્નેહ ઈત્યાદિ પ્રેમના પય છે. પ્રેમ બે પ્રકાર છે. વાસ્યમ અને પ્રાચિન. શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મપર, આત્માઓ પર જે પ્રેમ થાય છે તેને પ્રશસ્યપ્રેમ કહેવામાં આવે છે અને વિષયો પર કામની વાસનાથી જે પ્રેમ થાય છે, તેને અપ્રશસ્ત પ્રેમ કહેવામાં આવે છે. જે પ્રેમથી સંસારમાં જન્મ, જરા, મરણની પરંપરા વધે છે, એવો બાહ્ય પદાર્થોપર જે પ્રેમરાગ થાય છે તેને ગ્રાશચન કહેવામાં આવે છે. જે પ્રેમથી માન, માયા, લોભ, ક્રોધ, કામ, ઈર્ષા, કલેશ, સ્વાર્થ, દગાબાજી, હિંસા, અસત્ય, વિશ્વાસઘાત, વ્યભિચાર વગેરે પાપકર્મોને ઉત્તેજન મળે છે તેને પ્રશમ કહેવામાં આવે છે. જે પ્રેમથી મોહની વૃદ્ધિ થાય છે, સંસારમાં કંચન-કામિની વિષપભેગ વગેરે સારભૂત છે એવું જણાય છે, તેને પ્રકશન કહે છે. માતા, પિતા, સ્ત્રી વગેરે પર જે પ્રેમ થાય છે, તે વ્યાવહારિક ઐતિ પ્રેમ છે. આત્માની શુદ્ધતા માટે અને કામ, ક્રોધ, લોભ, મત્સર આદિ દેને નાશ કરવા માટે જે જે ઉપયોગી આલંબને જેવાં કે ગુરૂઓ, સ, દેવે, ધર્મ, વ્રત, પુસ્તક વગેરે પર થનાર પ્રેમને પ્રાચ રાજ યાને પ્રેમ કહેવામાં આવે છે. પ્રશસ્ય પ્રેમમાં વિષયની વાસના હોતી નથી, કામવાસના હેતી નથી, વ્યભિચારને ગંધ માત્ર પણ તે નથી. સ્વાર્થ, દગલબાજી, અસત્ય, ચોરી, હિંસા વગેરે પાપની વિચાર માત્રથી પણ પ્રવૃત્તિ હોતી નથી તેને પ્રશસ્ય પ્રેમ કહેવામાં આવે છે. દેવ, ગુરૂ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સમાન ધમપર ધર્માથે થતા પ્રેમને પ્રાચ તોત્તર પ્રેમ કથવામાં આવે છે. પ્રશસ્ય પ્રેમ વિના સમ્યકત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ
For Private And Personal Use Only