________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત થવાના જ. જે મન, વચન અને કાયાથી પૂર્ણ પ્રેમપૂર્વક તથા પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ગુરૂની ભક્તિ કરે છે અને સંકટના સમયમાં, વિપત્તિના સમયમાં તથા સૂલીએ ચઢવાને પ્રસંગ કદાપિ આવે હૈયે ગુરૂના પૂર્ણ પ્રેમ શ્રદ્ધાથી ડગતે નથી તે સદ્દગુરૂને સત્ય ભક્ત બની શકે છે. મલ્યા ત્યારે જુહાર, રામરામ જે ઉપરટપકી પ્રેમ જેનામાં છે, તે સત્યભક્ત બની શકતો નથી. જે ગુરૂની સાથે રીસાય છે, સામો પક્ષ તાણે છે, ગુરૂના પર પિતાના વચનની સત્તા જમાવવા પ્રયત્ન કરે છે, ગુરૂને શિખામણ આપવા તૈયાર થઈ જાય છે, ગુરૂમાં હીનતા દેખે છે, ગુરૂને ઠપકે આપવા જાય છે, ગુરૂના કરતાં પોતાના વિચારોને વધારે સત્ય માને છે, પિતાના વિચારે પ્રમાણે ગુરૂ ચાલે એવી ઈચ્છા ધરાવે છે, ગુરૂ જો ઠપકે આપે છે તો સામું બોલે છે, ગુરૂની નિન્દા કરનારાઓમાં ભળી જાય છે અને બાહ્ય સ્વાર્થો સાધવા લક્ષ્ય આપે છે તે સદગુરૂની ભક્તિ કરનારે બની શકતો નથી. જેને ગુરૂનાપર દેષોની શંકા થાય છે, ગુરૂના સંબંધી દોષો વગેરેના શયથી જે ગુરૂ સાથે ખુલાસો કરી નિઃશય થતો નથી તે ગુરૂની ભક્તિ કરવા સમર્થ થતું નથી, અને તેવી દશા છે, ત્યાં સુધી તે ભક્ત વા શિષ્ય બની શકતા નથી. પિતાના વહાલા પુત્રના કરતાં અને વહાલી સ્ત્રીના કરતાં જ્યારે અનંતગુણે પ્રેમ વા શ્રદ્ધા શ્રી સદ્દગુરૂપ થાય છે, ત્યારે શ્રી સદ્દગુરૂની ભક્તિ કરી શકાય છે. તથા ભક્ત બની શકાય છે. આવી દશા પ્રાપ્ત કર્યા વિના શ્રી સગુરૂની કૃપા મેળવી શકાતી નથી. સર્વ પ્રકારની વાસનાઓની અશાંતિનો નાશ કરવા માટે યોગ્ય એવા આત્મજ્ઞાની ગુરૂની શુદ્ધ ભાવથી જે સેવા કરે છે તે અને ધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને નિષ્કામકર્મયોગીપદને પ્રાપ્ત કરી શકે છે. અએવ ભકતોએ, શિખ્યોએ પરમાત્મપદ મેળવવા માટે શ્રી સદ્દગુરૂની ઉપાસના-ભકિત કરવી જોઈએ અને સજીવન એવું અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરૂપર જે પૂર્ણ ભક્તિ હોય છે તો ગુરૂએ નહીં કથેલ એવા અધ્યાત્મજ્ઞાનના અને યોગનાનના અનુભવોની સહેજે પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે–ચવે પરામર, ગ્રંથારેવે તથા કુર, તગૅત થતાાઃ , પ્રવાજો મહાત્મનઃ || માન, કીર્તિ, પ્રતિષ્ઠા, નામ રૂપને મોહ, કામાદિ વાસના વગેરેને ત્યાગ કરીને જે શ્રી સદ્દગુરૂની નવધા પ્રકારે ના ત્રણ પ્રકારે ઉપાસના કરે છે, ગુરૂની વૈયાવૃત્ય કરવામાં પ્રસન્ન મનથી વર્તે છે, ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિમાં જે સંતોષ–આનંદ અનુભવે છે તેવા ભક્ત શિષ્યના હૃદયમાં સહેજે અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ થાય છે અને સર્વ કર્તવ્ય કર્મો કરવામાં કર્મચગીપણું રહે છે. ગુરૂની ભક્તિ છે તે જાંગુલી મંત્ર સમાન
For Private And Personal Use Only