________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૩
તેઓની પાછળથી સ્તુતિ કરનારાઓ તે ઘણુ થયા. અવતારી તીર્થકરે વગેરેના સંબંધમાં એવું બન્યા કરે છે તે વર્તમાનમાં સદ્દગુરૂને પારખનારા અને તેમની ઉપાસના કરનારા તો બધા કયાંથી હોઈ શકે? સદ્દગુરૂઓ કરતાં અસદ્દગુરૂઓને ગુરૂઓ તરીકે માનનારા ઘણું હોય છે. જેટલા સદ્દગુરૂઓના રાગી હોય
છે તેટલા જ બકે તેથી વિશેષ મનુષ્યો વર્તમાનમાં અનેક પ્રસંગેથી તેમના કર્માનુસારે પ્રતિપક્ષી દષદષ્ટિ બનેલા હોય છે. મનુષ્યોને મોટો ભાગ ગુણ કરતાં અવગુણને દેખનારો હોય છે. આ પ્રમાણે હોવાથી વર્તમાનમાં સદ્દગુરૂને પાર રખવા અને પશ્ચાત તેમની સેવામાં સર્વ સ્વાર્પણ કરવું એ ધાર્યા કરતાં વિશેષ મુશ્કેલ કાર્ય છે.
શિષ્યની દશા પ્રાપ્ત કરવામાં પણ ગુરૂઓની પરીક્ષાની કસોટીમાંથી પસાર થવું એ મુશ્કેલ કાર્ય છે. શ્રી સદ્દગુરૂએ શિષ્યની–ભક્તોની યોગ્યતાને અનુભવ કરે છે, ત્યારે તેઓ શિષ્યો પર ભક્તો પર કૃપાદૃષ્ટિ ધારણ કરી શકે છે. યોગ્ય પાત્ર શિષ્ય વા ભક્તનેજ ગુરૂઓ અધ્યાત્મજ્ઞાન આપે છે. જેનામાં લઘુતા હોય છે, દેવલોકનાં અને મનુષ્યનાં સુખ ભોગવવા માટે ઇચ્છા નથી, જેઓ દેહાધ્યાસ ભૂલીને બ્રહ્મભાવ ધારણ કરવા અત્યંત રુચિવાળા થયા છે, જેઓ ગુરૂ માટે પ્રાણ આપવામાં જરા માત્ર અચકાય તેવા નથી, જેઓ બોલ્યા પ્રમાણે પાળવાવાળા છે, જેઓ નિદંભી છે, જેઓ ગુરૂને ખરા અંતઃકરણથી ચહાય છે અને ગુરૂની ભક્તિથી કદાપિ પાછા પડે એવા નથી તેવા મનુષ્યો સદ્દગુરૂની ભક્તિના અધિકારી બને છે અને તેવા લાયક શિષ્યોને અને ભકતને ગુરૂઓ અધ્યાત્મજ્ઞાન આપે છે. ભક્તિમાં, સેવામાં, કયાગમાં સ્થિર પ્રજ્ઞાવાળાને ગુરૂઓ અધ્યાત્મજ્ઞાન સમપી શકે છે. અધ્યાત્મજ્ઞાન પામીને જે ઉદાસ, શુષ્ક ન બને એવો હોય તેને અધ્યાત્મજ્ઞાન આપવું જોઇએ. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રોના વાચન માત્રથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેના હૃદયમાં સજીવન અધ્યાત્મજ્ઞાન પ્રગટયું છે તેવા ગુરૂને પ્રાપ્ત કરી ગુરૂમંત્ર ગ્રહીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. દીવાથી દીવો પ્રગટે છે એ ન્યાય પૂર્વક સજીવન અધ્યાત્મજ્ઞાની ગુરૂથી સજીવન અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જેઓ ભક્તિવડે પરિપકવ થયા નથી તેઓ અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. ગુરૂની ભક્તિમાં એક સરખી પરિણામની ધારા વહેવા પ્રતિદિન પ્રતિક્ષણ ભક્તિની ધારા વધતી જાય અને પ્રતિકુલ સંગોમાં પણ કમલના નાલની પેઠે ભક્તિના પરિણામની વૃદ્ધિ થાય તો અવબેધવું કે–ભક્તો શિષ્યો ગ્ય થયા છે અને તેઓ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને
For Private And Personal Use Only