________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૪૭
ગુરૂભક્તિથી જે સંપ તેનું મૂલ્ય ના કયારે લહે. ગુરૂભક્તિના પ્યાલા ચઢાવી પ્રેમમાં મસ્તજ રહો; ગુરૂભક્તિની શુભ ધૂનમાં નિજહસ્તમાં મુક્તિ રહી, બુદ્ધયબ્ધિગુરૂની ભક્તિમાં રહેવું સદા મન ગહગહી.
- वर्षाऋतुमां राजुलमतीनो विलाप આકાશે ઘમર છવાયું વાદળું, ઘન ગડ ગાજે વરસે મૂશલ ધાર; ચકમક ચમકે વિજળી પડતે કાટકે, બીતા તેથી બીકણ નરને નાર;
નેમશ્યામ વણ વર્ષો વેરણ થઈ રહી. ૧ સરસર ખળખળ વહેતું પાણી ચાલતું, સરવર છલકાઈ જાતાં ઉભરાઈજે; નાળાં નદીઓ જળમય થઈને શોભતાં, જાય પપૈયે મનમાં હરખાઈજે.
નેમ. ૨ વનરાજી જ્યાં ત્યાં ઉગીને ઓપતી, માળામાં પંખી બેઠાં અકળાઈ; સૂરજ છાયો વાદળથી આકાશમાં, ઝાંખા કિરણો પરકાશે દિનમાંહી.
નેમ. ૩ દ્રારાં વગડામાં ચરતાં હાલજ ધરી, ખેતર ખેડે ખેડુતો ખુશ થાઈ; નીલી સાડી ઓઢી પૃથ્વીએ ભલી, મેરો નાચી કરતાં હર્ષ વધાઈજે.
નેમ. ૪ કરતાં ડેડક વૃન્દ સામટાં, ટમટમ કરતાં તમરાં રાત મઝારેજે; શાન્તિ લેતાં ઘરમાં નરને નારીઓ, શીતલવાયુ વાતે જગ સુખકારજે.
નેમ. પ ગાવે મધુરાંગતો ઘરમાં ગેરીઓ, ઢોર હરાયાં ખેતરમાં ખડ ખાય; મનના મેળા મળીયા સેને માનતા, અન્તર્યામી વણ મુજમન અકળાયજે.
નેમ. ૬ ઝરમર ઝરમર વર્ષો દુઃખમય થઈ રહી, પતિ વિના વર્ષો સમ ક્ષણ ક્ષણ જાય; જેઠ અષાઢ આંખે અશ્રવૃષ્ટિથી, વાદ કરંતી સાગરથી દેખાય છે.
નેમ. ૭ શ્રાવણ ભાદર ઝરમર વષી રહ્યા, મનમાં પડતું નહીં જરી ક્ષણ ચેનો
For Private And Personal Use Only