________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
ભજન સંગ્રહ.
જ
અમારા ચિત્તની સાક્ષી, તમારા દીલને પુછે; અમારામાં તમે છો તે, તમારામાં અમે છે. વિપભ્યો ચિત્તના થાતાં, ભલે પાસે રહે દેહ, વિજાતી પન્થ પન્થીઓ, મળ્યા વા ના મળ્યા તે શું સ્વજાતિમાં વિજાતિને, પડે છે ભેદ કુદરતથી; અરે એ ભેદના ભે, ગમે ત્યાં ચિત્ત દેખે છે. હૃદયના તાર પહોંચીને, ગમે ત્યાં ઉત્તરે આપે, નથી ત્યાં વ્યાપ્તિને ઝઘડે, નથી ત્યાં શબ્દની ચર્ચા. પ્રતિબિંબ પડે છે ઍ, હૃદયમાં શુદ્ધતા ગે; બુદ્ધબ્ધિ ચિત્ત ચાહે છે, કરડે કેશ પર જે છે.
* गुरुभक्ति झरणां ગુરૂભક્તિનાં જેના હૃદયમાં મિષ્ટ ઝરણાં વહી રહ્યાં, તેના હૃદયમાં શાન્તિનાં આન્દોલને શીતલ કહ્યાં; ગુરૂભક્તિમાં આસક્ત તેના ચિત્તમાં જીનવર રહે, ગુરૂભક્તિના દિલપ્તપર અહંતણી શોભા વહે. ગુરૂભક્તિના આવેશમાં હત્યાનું પાપ ટળે, ગુરૂભક્તિના ઉભરાથકી મનમાનિયું જલદી મળે; ગુરૂભક્તિથી શાપ ટળે બૂરી સકળ ઈચ્છા મટે, ગુરૂભક્તિથી પ્રભુતા મળે જાશે ગુરૂગંગા તટે. ગુરૂની હૃદય આશીષમાં જે જોઈએ તે સે ભર્યું, ગુરૂની પરાભાષા થકી સિદ્ધજ અહો જે નિસ્સર્યું, ગુરૂના હૃદયની ભક્તિથી ખુલ્લાં પ્રભુનાં દ્વાર છે, ગુરૂભક્તિમાં જે નિષ્ઠ છે તેને સદા જયકાર છે. ગુરૂના હૃદયમાં ભક્તિ ને શ્રદ્ધા વિના પસાય નહિ, ગુરૂના હૃદયને પામવું એ ભકિત વણ કહેવાય નહિ ગુરૂભકિતમાં જે મહાગ્ય છે તે કેવલી જાણે સહી, સાચા ગુરૂની ભક્તિમાં નક્કી સદા મુકિત રહી.
3
For Private And Personal Use Only