________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
-દિષ્ટ. -છવિ, એકીટસે જોઈ રહે મિંચાય ના કેમે કરી, વાર્યો થકી હઠતી નહીં બલ્યુ સુણે ના કંઈ જરી; ભિંજાય છે અશ્રુથકી ને ઝીલતી ઝરણું મહી, એ દયેયને ચૂકે નહીં એ ધ્યેયરૂપે થઈ રહી. ૧ એ ચમકતી નિજ તેજથી એ તેજમાં આકર્ષતા, એ તેજમાં ભુવને સમે મેઘ મઝાના વર્ષતા; એ તેજમાં જીવન ઘણું એ તેજમાં પરમાત્મતા, એ તેજ તું તેને એ તેજમાં આનન્દતા. દુનિયા સહુ વારી જતી એ તેજપર નિજ પ્રાણને, એ તેજમાં મીઠાશ છે અપે અનુપમ ભાનને, એ તેજને ધરતી રહે નિજ ધ્યેયમાં તલ્લીન થઈ, શધે હદયસાગરવિષે પરભાવને શુભમીન છે. ૩ ચળકતી એ ચંદ્રને ભાનુથકી અધિકી ભલી, ચળકાવતી એ દશ્યને પીઈ જતી પ્રેમે મલી; તમ ભારને ઝટ ટાળતી ભય ખાળતી મસ્ત જ બની, રસમાં ઘણું તરબળતી ના બોલતી એ ગણગણું. ૪ એ અવશ્ય કરતી દશ્યને મસ્તાની લજજા ના ધરે, પિયુ પિયુ કરી હૈડે ધરે પિયુથી ખરૂં ઐકય જ કરે, એ ઐકયમાં આનન્દની સીમા નથી એ જાણતી, તેથી અરે નિજ દશ્ય સ્વામીવણ અવર ના આણતી. ૫ એ ધ્યેયને ભૂલે નહીં વિગ સહેતી ના અરે, એ દયેયરૂપે હૈ જઈ પરમાર્થ લે સાચે ખરે; મેટી પ્રભુતા પામતી એ ટેકથી લાગ્યું ખરું, બુદ્ધબ્ધિ અન્તરદષ્ટિના સ્વામી પ્રભુને ઝટ વરૂં. ૬
For Private And Personal Use Only