________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૦
ભજનપદ્ય સંગ્રહ.
નવૃત્ત. * બેલે નહીં ચાલે નહીં ઉત્તમ અરે તુજ જાત છે, બેલ્યા વિના ઉપદેશ દે રૂડા ઘણા અવદાત છે; સર્પો ઘણું વિંટાય છે હરખાય છે એ ઝેરીલા, શીતલ થતા એ બાહ્યથી મનથી રહે એ વેરીલા. કાપે જનો કૂવાડીથી તેને અહો સુવાસ છે, એ કેડી પણ સુવાસથી વાસિત કૈ શુભ વાસ દે; ભેગાં કરીને કાષ્ઠને મથવાથકી અગ્નિ થતી, સુગંધ બળતાં વાર એ કાઢે હૃદયમાં જે છતી. ઠંડક કરે ઘસનારને તાપ હરે પલવારમાં, ઉપકાર દુનિયાની ઉપર કરતું રહે અવતારમાં પરવા નથી લાઘાતણ પરવા નથી સન્માનની, નિજ ફજને ચૂક્યા વિના સુગંધ આપે દાનની. છેદાય છે ભેદાય છે પટકાય છે છુંદાય છે, ચીરાય છે એ લોટની પેઠે અવસ્થા થાય છે; ગંભીરતા છોડે નહીં, અકળાય ના દુ:ખ પડે, તેથી અરે ઉત્તમ જનોના અંગપર કેવું ચડે. પ્રભુના કપાલે એ ચડે એ માન પામ્યું ક્ષાન્તિથી, મરીને અરે એ પૂજ્ય જૈ દૃષ્ટાંત આપે શાન્તિથી છોડે નહીં નિજરૂપને મરણાંત દુઃખ આવતાં, તે માન પૂજાને લહે રહેતાં જને ગુણ ગાવતાં. નિજ રૂ૫ દે અધિકારથી એ જીવતું જગમાં રહે,
એને સદા ધન્યજ અહો નિજરૂપતા સાચી વહે; નિજરૂપને નિત્યજ ધરે એ રૂપમાં આનન્દ છે, બુદ્ધયબ્ધિ અન્તરૂ હાર્દને પરમાર્થ સુખ મકરન્દ છે ૬
For Private And Personal Use Only