________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે. "
- પ્રભુનું તાન - ઈચ્છું તને પૂછું તને તું દીલનો પ્યારે પ્રભુ, લાગ્યા ઘણે તુજ પ્રેમ દષ્ટિ આગળ રહેશે વિભુ, શુભ પ્રેમ રસના પાનથી ગુલ્તાન હૈ મસ્તજ થયો, ન્યારે નહીં મુજ દષ્ટિથી એ ભાવ દિલે છાઈ રહ્યા. હારા પ્રભુ વ્હાલા પ્રભુ તન્મય બન્યા હારા વિષે, વારી જઉ તુજ ઉપરે એ એકતામાં સુખ દીસે, એ એકતામાં જે રહ્યું તેનું અમારે ધ્યાન છે, એ ધ્યાનના રંગે ચઢ્યો વ્હાલું સહુ કુરબાન છે. તુજ પ્રેમ રસના પારણામાં ઝૂલતું તુજ બાળ છે, એ બાળને તું લાલ છે સાચે ખરે તું પાલ છે; અન્તર્ નથી તુજથી જરા એ પ્રેમ રસની મસ્તીમાં, એ પ્રેમથી આગળ જતાં મળીયેજ સરખી અસ્તિમાં. મળીયે પ્રભુ તું તની ઝાંખી થઈ ભ્રમણ ટળી, એ તનું વર્ણન કરૂં પણ શબ્દથી પરખાય શું; અનુભવ પ્રતીતિ થાવતાં શબ્દો કચ્યા સાક્ષી થતા, તાળી અનુભવતાનની લાગી રહી નિશ્ચય થયે. મનવાણથી વર્ણન કરું પણ પૂર્ણ તું કહેવાય ના, બાકી રહે કથતાં ઘાયું એ પૂર્ણ ક્યારે થાય ના; સાક્ષાત પ્રત્યય જ્યાં થતો એ કેઈને કહેવાય ના, બુદ્ધ બ્ધિ મહિમા ગાજતો સુણતો કદિ દૂર થાયના.
૩
- એક મિત્ર - મિત્રે મળો સાચા હને જે દીલનું સર્વસ્વ દે, સાથે રહે દિલથી સદા સુખ દુ:ખમાં ભાગી બને ચાલે અમારી વાટમાં જ્ઞાનેસરીખો પ્રેમીડા, એ દીલ લેને દિલને આનન્દ આપે વાતમાં.
૧૫
For Private And Personal Use Only