________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૧
ચેતનને ચેતનરૂપ ધર્મ છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. કાલ અને પુલ એ પંચદ્ર જડ છે તેથી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને પારદ્રવ્ય ક્ષેત્રકાલ ભાવની અપેક્ષાએ પંચજડ દ્રવ્યોનો ધર્મ પણ જડ અવબોધવો, જડદ્રવ્યોમાં સ્વદ્રવ્યાદિક અને પરકયાદિની અપેક્ષાએ અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મ અવબોધવો. આત્મા અનન્ત છે. આત્મદ્રવ્યમાં અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિ ધર્મ સ્વકીય અને પરકીય દ્રવ્યાદિકની અપેક્ષાએ રહેલે અવબોધવા. આત્મદ્રવ્ય એ પોતે આત્મા છે અને ધર્માસ્તિકાયાદિક પંચત્ર એ પિતે નથી એમ બંધ થતાં જડવસ્તુઓમાં સુખભાવના રહેતી નથી. જડવઓમાં અજ્ઞાનભાવથી કલ્પાએલ પ્રિયત્ન અને અપ્રિયત્વનો વિલય થાય છે અને આત્મામાં અનન્ત સુખધર્મ રહેલો હોવાથી શ્રી વીરમભુએ પ્રગટાવેલ આત્મધર્મ મહને રૂચે છે. કારણ કે મહારા આત્મામાં અનન્ત સુખધર્મ આદિનું સ્વરૂપ તેજ વાસ્તવિક મહારું આત્મિક સ્વરૂપ છે એ અનુભવ આવે છે. આત્માના અનત ગુણે અને અનન્ત પર્યાયોમાં ઉપયોગ વડે રમણતા કરવી એજ હવે સારભૂત લાગે છે. અનન્તજ્ઞાનાદિ ધર્મોએ આત્મા પૂર્ણ છે. એવા પૂર્ણ સ્વરૂપ આત્માને પૂર્ણપણે ગણીને અર્થાત માનીને ભાવીને વ્યક્તિતાએ પૂર્ણ થવું એ નિશ્ચય છે એવો ભાવ હને રૂચે છે. અનન્ત ગુણ પર્યા વડે આત્મ પૂર્ણ છે એમ જે નિરીક્ષે છે તે બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અનન્ત ગુણપર્યાવડે જે આત્માને પૂર્ણ માને છે તે પૂર્ણ સ્વરૂપ થઈ શકે છે. કર્માવરણુયોગે આત્મા તિભાવે સત્તાપણે પૂર્ણ છે અને કર્મ વિઘટતાં આવિર્ભાવીય પૂર્ણતાને આત્મા પોતાનામાં જ પ્રાપ્ત કરે છે, એવો અનુભવ આવતાં પૂર્ણ પણે થઈ શકાય છે. “મ: પૂર્ણનિર્વ પૂર્ણ પૂવ પૂર્ણ મુથ પૂરા પૂર્ણ વાયુ પૂર્વમેવાવા તે.” એમ જેઉપનિષદ્દમાં કયું છે તેનોની અપેક્ષાએ આત્માં પૂર્ણ ઘટે છે.નૈગમનયની અપેક્ષાએ પ્રકટિત ગુણશે આત્માની પૂર્ણતા થાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ અનન્ત ગુણ પર્યાય વડે આત્મા પરિપૂર્ણ છે. વ્યવહાર નયના અનેક ભેદ છે. શુમવ્ય દરે પુણ્યફલે આત્મા પોતાનામાં પૂર્ણતા માને છે. અશુભ વ્યવહારની અપેક્ષાએ પાપ વડે પૂર્ણતા કહેવાય છે. જીમ અને અશુમ થવાનય અધત પૂર્વવ ખરેખર ઔદાયિક ભાવનું અવબોધવું. ઉપચરિત વ્યવહારના અનેક ભેદે પરવસ્તુઓ દ્વારા જે આત્મામાં પૂર્ણ માનવામાં આવે છે તે વસ્તુતઃ બ્રાતિ છે. કારણ કે તે સર્વ પ્રકારનું ઔપચારિક પૂર્ણત્વ વસ્તુતઃ આત્મસ્વરૂપની અપેક્ષાએ અસત્ છે. અશુદ્ધવ્યવહારે જે અશુદ્ધત્વનું આત્મામાં પૂર્ણત્વ કલ્પવામાં આવે છે, તે પણ વસ્તુતઃ મિથ્યાત્વ
For Private And Personal Use Only