________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ભજનપદ્ય સંગ્રહ.
છે. કારણ કે અશુદ્ધત્વ એ કંઈ આત્માનું વાસ્તવિક પૂર્ણત્વ નથી એમ અવલકતાં અવબોધાશે. અનુપચરિત સદભૂત વ્યવહારનયની અપેક્ષાએ આત્માનું પૂર્ણત્વ ખરેખર આત્મામાં રહ્યું છે. શુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ ઉપશમાદિ ભાવે આત્મામાં ગુણ પર્યાનું પૂર્ણત્વ પ્રકટે છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન કાળમાં આત્માના ઉપયોગે આત્મામાં જે પૂર્ણવ પરિણતિ વહે છે, તેનું પૂર્ણત્વ ગ્રહાય છે. શબ્દનયની અપેક્ષાએ જડનું જડમાં પૂર્ણત્વ માનવામાં આવે છે અને ચેતનનું ચેતનમાં વ્યક્તિતઃ પૂર્ણત્વ પ્રહાય છે. આત્માના પૂર્ણત્વનેજ શબ્દનયની અપેક્ષાએ ઉપયોગભાવે જડથી ભેદ પાડીને ગ્રહવામાં આવે છે. સમ્યક્ટવ ગુણનું શબ્દનયની અપેક્ષાએ આત્મામાં અમુકાંશે પૂર્ણત્વ પ્રગટેલું હોય તેને આ નય ગ્રહે છે અને તેવી માન્યતા ધરાવે છે. સમભિરૂઢનયની અપેક્ષાએ ચારઘાતી કર્મક્ષયથી ઉત્પન્ન થએલું પૂર્ણત્વ ગ્રહાય છે, એવંભૂત નયની અપેક્ષાએ અષ્ટકર્મ ક્ષય થવાથી ઉત્પન્ન થએલ જ્ઞાનાદિ અનન્ત ગુણોનું પૂર્ણત્વ માનવામાં તથા ગ્રહવામાં આવે છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ આત્માના ગુણ પર્યાનું પૂર્ણત્વ છે, અને આત્મામાં સત્તામાં રહેલું પૂર્ણ ત્વ તેજ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ વ્યક્તિભાવે પૂર્ણત્વ પ્રગટે છે અને તે પ્રહાય છે ઉપશમભાવે ઉપશમ ભાવનું આત્મામાં પૂર્ણત્વ પ્રગટે છે. યોપશમભાવ ક્ષપશમભાવનું આત્માના ગુણનું પૂર્ણત્વ પ્રગટે છે. લાયિક ભાવની અપેક્ષાએ આત્મામાં કેવલજ્ઞાનાદિ અનન્ત ગુણપયોયાનું પૂર્ણત્વ પ્રગટે છે. આત્મામાં સત્તાએ રહેલું પૂર્ણત્વ તેજ વ્યક્તિભાવ પૂર્ણત્વ ગ્રહાય છે. આત્મામાં સત્તામાં રહેલું પૂર્ણત્વ તેજ “પૂત પૂછ મુ.” એ દ્વારા બોધિત વ્યક્તિ ભાવે પૂર્ણત્વ પ્રગટે છે. દૂચ qમાઢા પૂર્વ મંત્રાતૃષ્યતે. પૂણેમાંથી પૂર્ણ ગ્રહણ કરીએ તો પૂર્ણ જ અવશેષ રહે છે. આત્મામાં સત્તામાં રહેલા પૂર્ણત્વમાં વ્યક્તિભાવે કર્મબ્રાન્તિ દૂર કરીને પૂર્ણત્વ ગ્રહવામાં આવે તો વ્યક્તિભાવે આત્મામાં પૂર્ણત્વજ અવશેષ રહે છે. આત્મામાં અનન્ત ગુણ પર્યાયના પૂર્ણત્વને જ પૂર્ણત્વ તરીકે માનીને અને બાહ્ય જડ પદાર્થોની પ્રાપ્તિના પૂર્ણત્વને પરિહરીને અર્થાત તેના પૂર્ણત્વમાં કલ્પાએલી મમતા અને અહંતાને દૂર કરીને તેને પૂર્ણપણે પ્રકટાવવા શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધોપયોગમાં રમતા કરીને આત્માની પૂર્ણતામાં તન્મય બનીને ક્ષણે ક્ષણે આત્માની પૂર્ણતા પ્રકટાવનારી પૂર્ણત્વ ભાવનામાં લયલીન રહેવું એજ ઉત્તમ શુદ્ધ વ્યવહાર નયની અપેક્ષાએ વર્તમાનકાલીન કર્તવ્ય, અન્તરમાં નિશ્ચયપણે માનીને વર્તવું એવો નિર્ધાર ભાસ્યો છે. ઉપર્યુક્ત વાસ્તવિક પૂર્ણ તાના શુદ્ધોપયોગનું જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે આત્મજ્ઞાન દૃષ્ટિએ જીવતો આત્મા
For Private And Personal Use Only