________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
વિશ્વાસ તથા પૂર્ણ પ્રેમ ધારણ કરવો જોઈએ. અધ્યાત્મજ્ઞાન છે તે ભાવચિંતામણિ છે. તેની પ્રાપ્તિ કરાવી આપનાર શ્રીસશુરના પરીપૂર્ણ પ્રેમી બન્યા વિના તેની કૃપા પ્રાપ્ત કરી શકાતી નથી. શ્રીસદ્દગુરૂની કૃપા વિના હૃદયમાં અધ્યાત્મજ્ઞાન પરિણમતું નથી.
सद्गुरूभक्ति શ્રીસદ્દગુરૂના પૂર્ણ પ્રેમી બનવામાં અનેક વિધનો આવે છે. દુનિયામાં સદ્દગુરૂ વંદકે અને નિન્દકે બન્ને સાથે હોય છે. શ્રી ગુરૂપર શ્રદ્ધા બેસવા માંડે છે કે તુર્ત સદ્દગુરૂના પ્રતિપક્ષિઓ ભક્તની વા શિષ્યની શ્રદ્ધા ફેરવવા અનેક પ્રયત્નો કરે છે. શિષ્ય વા ભક્ત પોતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરે છે. સ્વછંદને ત્યાગ કર્યા વિના ગુરૂની કૃપા મેળવી શકાતી નથી. રાગદ્વેષને ત્યાગ કરવો જોઈએ, સર્વત્ર સમભાવ રાખવો જોઈએ; એવા શબ્દોને ભકતિ–શિષ્યો અપકવદશામાં દુરૂપયોગ કરે છે. કોઈના પર રાગદ્વેષ ન ધારે જોઈએ એમ તો કેનેગ્રાફ પણ બેલી જાય છે પરંતુ રાગ દ્વેષને કેવી રીતે ત્યાગ કરવો તે ફેનેગ્રાફ જાણી શકતું નથી, તેની પેઠે બોલવા માત્રથી કંઈ વળતું નથી. સદ્દગુરૂપર અને ધર્મપર પ્રથમ તો રાગ ધારણ કરવું જોઈએ. સગુરૂના પર રાગ ધારણ કર્યા વિના કે ભૂતકાલમાં વીતરાગ બન્યું નથી, બનતો નથી, બનશે નહીં. ગુરૂપર રાગ ન ધારો તેમ જ ન ધારો એમ બોલનારા અધકચરિયામૂઢજનો કંચન કામિની વિષયો પર અત્યત રાગ ધારણ કરે છે અને ધર્મના પ્રદાતા સદ્દગુરૂ રાગ થકી ભ્રષ્ટ થાય છે. સંસાર વ્યવહારમાં રાગ વિના એક ક્ષણ જેનો વીતતો નથી એવા મૂઢજને રાગદ્વેષ કરવો નહીં ” એ વાકયને ઉલટો અર્થ કરે છે. ગુરૂ પર પૂર્ણરાગ-પ્રેમ થયા વિના અધ્યાત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને તે વિના વૈરાગ્ય, સેવા, નિષ્કામ કર્મ વેગ, ચારિત્ર વગેરે ગુણે ખીલતા નથી અને તે ગુણે ખીલ્યા વિના રાગાદિ કષાયેનો સર્વથા નાશ થતો નથી; માટે પ્રથમ શ્રી સદ્દગુરૂનું અવલંબન ગ્રહી અપ્રશસ્ય રાગ દ્વેષને ત્યાગ કરવા ને પ્રશસ્ય રાગદ્વેષ સેવવા જોઈએ. કાંટો કાંટાથી જાય તેની પેઠે રાગથી રાગ ટળે છે અને વીતરાગ દશામાં પ્રવેશ થાય છે. પશ્ચાત પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. ઈટડી જેમ ગાયના આંચલ પાસે રહે છે પણ તેને જેમ દુધને સ્વાદ આવતો નથી, તેમ જે ફક્ત સગુરૂ પાસે રહે છે પરંતુ સદ્દગુરૂને કાંઈ પણ પૂછતું નથી. ગુરૂ પાસેથી કંઈપણ તવ લેવા પ્રયત્ન કરતા નથી અને ઉલટું પિતાની બુદ્ધિ આગળ કરીને ગુરૂ કરતાં પોતાને ડાહ્યલો માને છે. તે ગુરૂ પાસેથી અધ્યાત્મજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા શક્તિમાન થતું નથી. જે સદ્દગુરૂને
For Private And Personal Use Only