________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણ, રામ, પાંડવ, કૌરવ વગેરે પાત્રોને અધ્યાત્મદષ્ટિએ વર્ણવીને તેમાં મનુષ્યનું ચિત્ત આકર્ષીને તેઓને બ્રહ્મરસ ચખાડે છે. અધ્યાત્મજ્ઞાની ગેકુલભાઈ નાનજી ટંકારાવાળા આવી દષ્ટિએ આત્માને કૃષ્ણરૂપ માનીને ભગવદ્દગીતાના પાત્રોની અપેક્ષાએ પણ આધ્યાત્મિક અર્થ છપાવવા પ્રયત્ન કરે છે. જેને આધ્યાત્મિક જ્ઞાનમાં અગ્રગણ્ય છે, તેથી જૈન અધ્યાત્મજ્ઞાનીઓ વિશ્વના મનુષ્યને આવી રીતે આત્માના શુદ્ધ ધર્મનું સંમુખ કરવા આધ્યાત્મિક પદેના ઉદ્દગાર દ્વારા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાન વિના પ્રાયઃ મોટા ભાગે વિશ્વમાં પ્રવર્તતા ધર્મોના વિચારોમાં અને આચારમાં મલિનતા આવે છે.
અધ્યાત્મજ્ઞાન વિના ભક્તિયોગમાં અને કર્મવેગમાં માલિન્ય પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચક્ષુ વિના મનુષ્ય અંધની પેઠે પ્રવૃત્તિ કરે છે અને મૂલ સિદ્ધાંતથી ચલિત થઈ અન્ય કુમાર્ગમાં ગમન કરે છે. અએવ જૈન સ્યાદાદ દષ્ટિએ અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરીને શ્રી વિરપ્રભુના વારસાને હક્ક સર્વ જનોને છે એમ સિદ્ધ કરી બતાવ્યું છે. અધ્યાત્મજ્ઞાનના પ્રકાશ વિના વિશ્વવતિ મનુષ્યનો હૃદયાંધકાર ટળવાનું નથી. અધ્યાત્મજ્ઞાનના પદોમાં-ભજનમાં ઉત્તમ ભાવ આવવો જોઈએ. શરીર સુંદર હોય, પરંતુ આત્મા વિનાનું શરીર શોભી થતું નથી. તત્ અધ્યાત્મ ભજનના પદેના કાવ્યરૂપે શરીરમાં અધ્યાત્મજ્ઞાનરૂપરસ જે વહે છે તે તેથી તેની વાસ્તવિક મહત્તા અવબોધાય છે. શેલડીને સાંઠે ગમે તેવો સુંદર જાડા હોય, પરંતુ તે રસ વિના નકામો છે તેમને અધ્યાત્મ ભજનમાં પદમાં આંતર નાભિના ઉઠેલા જીવતા રસને ઉભરે નથી, તે પણ પદો ભજને રસશુષ્ક બને છે. બાહ્યથી મનુષ્યને શણગાર્યો હોય અને તે આકારથી પણ સુંદર હેય પરંતુ તેને રજોગુણી તમોગુણી સ્વભાવ હોય છે તો તેની બાહ્યની શોભા નકામી જાય છે તેની પેઠે અધ્યાત્મજ્ઞાનમાં ભજનમાં પદમાં અધ્યાત્મરસ છલકાવવું જોઈએ. બાહ્યની શોભામાં કંઈ ન્યૂનતા હોય પરંતુ જે ભજનમાં પદેમાં ભાવ સુંદર હોય છે તે તેનું સ્વાભાવિક રીતે આકર્ષણ ગ્રહણ થાય છે. અતએ અધ્યાત્મજ્ઞાનરસિકેએભાવની અલૌકિકતા ગ્રહવા રસિક બનવું જોઈએ. શબ્દાલંકાર વિનાના પરંતુનાભિથી ઉઠેલા સરળ શબ્દોથી બાલક પોતાની માતાને પિતાના પ્રેમમાં તલ્લીન કરી દે છે, તેમ અધ્યાત્મ જ્ઞાનીઓ નાભિથી ઉઠેલા ભાવમય શબ્દો વડે અધ્યાત્મના ઉદ્દગાર બહાર કાઢીને લેકેને આકર્ષે છે. અધ્યાત્મજ્ઞાનના રસિકબનવા માટે પ્રથમ તો તેના પર અત્યંત રૂચિ ધારણ કરવી જોઈએ. તમામ વાતાવયામિ. એને પૂર્ણ નિશ્ચય હોવું જોઈએ. અધ્યાત્મજ્ઞાની ગુરૂપર પૂર્ણ
For Private And Personal Use Only