________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલ્લા સર્વ અનંત કાટિ પિંડરૂપ બ્રહ્માંડને આધારભૂત ગણાય છે. આત્મારૂપ ખુદાને વસ્તુતઃ નિરાકાર કહેવામાં આવ્યા છે તે પણ અપેક્ષાએ છે. વસ્તુતઃ આત્માને પણ અસંખ્ય પ્રદેશરૂપ આકાર તો છે, પરંતુ ચક્ષુએ જે પુદ્ગલના આકારે દેખાય છે તેના કરતાં આત્મારૂપ ખુદાને આકાર છે ભિન્ન છે, અને અત્યંત સૂક્ષ્મ છે. પરમાણુથી પણ અનંત ગુણ સૂક્ષ્મ છે તેથી આત્મારૂપ ખુદાને નિરાકાર કહેવામાં આવ્યો છે. આત્મારૂપખુદા છે તે શરરીમાં સર્વત્ર તલમાં તેલની પેઠે વ્યાપી રહેલ છે તેથી તે પિંડદષ્ટિએ વ્યાપક ગણાય છે તથા કેવલદષ્ટિએ બ્રહ્માંડે વ્યાપક ગણાય છે, પરંતુ આત્માને હૃદયમાં સાક્ષાત્કાર પ્રથમ થાય છે તેથી અપેક્ષાએ કહેવામાં આવે છે કે આત્મા, હૃદયમાં પ્રકાશે છે, આત્મા હૃદયમાં રહ્યો છે. હદયમાં શૈધવાથી આત્મારૂપ ખુદાની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ત્મિા જ પુરા ના પદમાં સર્વ આધ્યાત્મિક દૃષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે. પત્ર ૬૯૨ મા માં ઝરમણિ પ્રસ્તાનું પદ છે, તેમાં પણ આવી આધ્યાત્મિક નયદષ્ટિએ ગ્ર અરિહંતરૂપ પરમાત્માને પ્રજ્ઞા કહી માનીને તેનું અનેકાન્તદષ્ટિએ સ્વરૂપ આ લેખ્યું છે. શ્રમિકપ જ રિહંત ને પ્રતા એવા શબ્દથી સંબોધીને અનંત શુદ્ધ ગુણ પર્યાયમય આત્મારૂપ અલ્લાને વર્ણવે છે. શ્રી હીરવિજયસૂરિ મહારાજે ઈંસા નિન ઇંસા દિન ઈંસા જિન . ના કર્મો જ . એ પદમાં અરિહંતને બાબા આદિમ ખુદા આદિ સ્વરૂપે સાપેક્ષ જેન દૃષ્ટિએ વર્ણવ્યો છે, અને તેથી સ્યાદ્વાદદષ્ટિની મહત્તા જણાવી છે. અધ્યાત્મદષ્ટિએ આત્મા તો નની અપેક્ષાએ સર્વ દેવોનાં નામ અને દેવીઓના નામરૂપે વર્ણવામાં આવે છે, આત્માના સ્વરૂપને તથા આત્માના ગુણપર્યાય સ્વરૂપને કહેનારાં અનેક ભાષાના અનેક સાંકેતિક નામોથી આત્માનું વર્ણન કરીને ચિત્તવૃત્તિને આત્મસંમુખ રાખવામાં આવે છે એ જ સર્વજ્ઞાનીઓને મુખ્ય ઉદ્દેશ છે, તે ઉદ્દેશને કેન્દ્રભૂત ગણીને જેનાગમાવિધીપણે આત્મા ને ઝરણા રૂપે વર્ણવ્યો છે, તેનો જૈન ગીતાર્થો અનુભવ કરી શકે છે અને આત્માની શુદ્ધતા કરવા પરિપૂર્ણ ઉપગ ધારણ કરે છે. આત્માનાં અનંત નામ પાડવામાં આવે અને તેથી આત્માના શુહોપગમાં રહેવાતું હોય તો અનેક ભાષામાં અનંત નામે છે તેથી કાઈ જાતને વિરોધ આવતો નથી. આત્માને આત્માની જ્ઞાનાદિ પરિણતિને પતિ-પત્ની રૂ૫ માનીને મિત્રરૂપ માનીને અનેક અધ્યાત્મજ્ઞાનીઓએ તેવાં પાત્રોને લકત્તર નવર વડે શણગાર્યો છે કે, જેથી લૌકિક નવરસના રસિકોને આત્માના રસના રસિક બનાવી શકાય. આવી દષ્ટિએ અધ્યાત્મજ્ઞાની આત્માનું વર્ણન કરે છે.
For Private And Personal Use Only