________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ભજનપથ સંગ્રહ. ~~-~~-~હારે એક ક્ષણ માત્રને વિરહ વર્ષો જેટલો દીર્ઘ લાગે છે, માટે હવે તે એક ક્ષણ માત્ર પણ હારા વિના રહી શકાય તેમ નથી. હે આત્મ! હું શુદ્ધોપગ કાલે હારી ઝાંખી તેં મને જણાવી હતી. એ ઝાંખીનું લક્ષણ એ હતું કે તે વખતે ઇન્દ્રિયાતીત અનન્તાન આનન્દપ્રકટયો હતો. તેનું ઘેન હજી પણ આવે છે. તેની ખબર ઇન્દ્રિયોને પડતી નથી પરંતુ અનુભવમાં તે તે આવે છે. હે આ ત્મન ! હે શુદ્ધોપયોગકાલે અનન્તાનન્દના અપાર ઉભરાવડે આત્મઝાંખી કરાવીને અનહદ ધૂનના તાનમાં ઘટમાં એવો યાર પ્રકટાવ્યો છે કે જે પ્યાર કદિ હવે નષ્ટ થાય તેમ નથી. મને ખાત્રી છે કે હારી ઝાંખીએ પ્રકટેલી વિશુદ્ધતા હારી પ્રત્યક્ષતા કરાવી આપશે કે જેથી તું હજરાહજુર રહીશ.
હે આત્મન ! શુદ્ધોપયોગ કાલે અનુભવઝાંખીવડે મહારૂં હારી તરફ અદ્દભુત આકર્ષણ થયું છે. મહારી દિવ્ય જ્યોતિરૂપ આંખે હારી આંખો મિલાવીને મહને હારું ભાન કરાવ્યું છે કે જેથી હું ત્વને કઈ વખત વિસ્મરી શકુંજ નહિ. હે આત્મન્ ! શુદ્ધોપયોગમાં આખા સાથે આ મિલાવીને ક્ષણમાં પાછો ક્યાં ગયો. શું આવી સ્થિતિ કરીને મહારા પ્રેમની પરીક્ષા કરવા માટે ધારે છે? અથવા શું આધિવ્યાધિ-ઉપાધિરૂપ કસોટીએ કરીને મારી ચોગ્યતાની તપાસ કરે છે? તું દર્શન દેને ગમે ત્યાં ગયો હોય પરંતુ કેવલ્યજ્ઞાન દર્શનરૂપ બે પાંખ પ્રકટે તે તું જ્યાં હોય ત્યાં મળે એવી તીવ્ર ભાવના થયા કરે છે, તે હારા વિના અન્ય કેણ જાણી શકે. હે પ્રાણપ્રિય આત્મસ્વામિન!!! ત્યે આત્માના શુદ્ધ ધર્મમાં મહને રંગી નાંખીને વિશુદ્ધ પ્રેમ મંત્રવડે મહને એવી કરી નાખી છે કે હુને હારા વિના અન્ય કોઈની સ્મૃતિ આવતી નથી. અર્થાત્ સારાંશમાં કથ્ય એ છે કે જગતનું ભાન હૈ વિશુદ્ધ પ્રેમ મંત્રથી ભુલાવ્યું છે અને હારામાંજ મહારા ચિત્તને સ્થપાવ્યું છે તેથી તું તે હું અને હું તે તું એવા વિશુદ્ધતાનમાં હું તું એકરૂપ થતાં હું તુંનું પણ ભાન રહેતું નથી. આવી સ્થિતિ મહારી થઈ છે. હવે આ કરતાં હારી શું વિશેષાવસ્થા વર્ણવું ? માટે હે કૃપાનાથ ! આત્મસ્વામિન્ !!! હવે શુદ્ધસમાધિમાં તે તું પ્રત્યક્ષપણે સાદિ અનન્તાભાંગે મળ. હે પ્રભો ! તું એમ જાણતો હઈશ કે વિશુદ્ધ ચેતના થોડા દિવસ પછી મને ભૂલી જશે પણ આમ ધારવું તે ભૂલ ભરેલું છે. પ્રારબ્ધકર્મદશાએ બાહ્યક્ષેત્રમાં જ્યાં ત્યાં ભમવાનું થાય છે પણ હારૂં મહારી સુરતામાં તાન છૂટતું નથી. આ લાગેલું સુરતા તાન કદિ મહારાથી છૂટવાનું નથી એવો નિશ્ચયાનુભવ આવે છે. હે આત્મસ્વામિન !!! હવે તે તમારો જરા માત્ર
For Private And Personal Use Only