________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
- जेवू वावो तेवु लणो 80જેવું વાવો ક્ષેત્રમાં તેવું ફલ જગ લોરે, વિચારે પુણ્ય પાપના કરતાં ફલ તેવું ગ્રહો, પુણ્ય પાપ વિચારે બીજે, શુભાશુભમાં રીઝે ખીજે, ઉગે મનક્ષેત્રોમાં ફલ તેવાં સમજી રહેશે– જેવું. ૧ વાવે બાજરી જાર ન મળશે, બાજરીઉં અને ફળશે, વાવે અફીણ બીજે કેરી લંબ કયાંથી ઝહેરે– જેવું. ૨ કલેશાદિ કુવિચારે નિવારી, શુભ બીજે વા નિર્ધારી, શિક્ષા શુદ્ધ સમયની બુદ્ધિસાગર શુભ ચહેરે- જેવું. ૩ ભાવાર્થ-મન, એ શુભાશુભ વિચાર બીજ વાવવાનું આન્તરિક ક્ષેત્ર છે, બાહ્ય ભૂમિ ક્ષેત્રોમાં ઘઉં બાજરી જુવાર અને અડદ વગેરે જેવાં પ્રકારનાં બીજે વાવવામાં આવે છે તેવા પ્રકારનાં તેઓ ઉગીને ફળ આપે છે. લીંબોડીરૂપ બીજ વાવતાં લીબડીરૂપજ ફળ આવે છે અને આ પ્રગટી વાવતાં આંબો થાય છે અને તેનું આમ્રફળ આવે છે. જેવું તમે ક્ષેત્રમાં ફળ વાવ છે તેવું ફળ તમે પ્રાપ્ત કરે છે. મનરૂપ ક્ષેત્રમાં જે તમે પુણ્યના વિચારોરૂપ બીજ વાવશે તે તેનું સુખરૂ૫ ફળ આવશે અને જો તમે મનરૂપ ક્ષેત્રમાં પાપ વિચારોરૂપ બી જે વાવશે, તે તેનું દુઃખરૂપ ફળ પ્રગટશે. પુણ્ય વિચારે શુભ ફળ આપે છે. અતએ પ્રથમ દશામાં તેવા વિચારો પર રાગ ધારણ કરો અને પાપ વિચારે મનરૂપ ક્ષેત્રમાં ફાલીને જુલીને અશુભ દુઃખરૂપ ફળ સમાપે છે. માટે તેને ત્યાગ કરે. પાપના વિચારો પર અરૂચિ ધારણ કરે અને તેનું અંશ માત્ર પણ બીજ મનરૂપ ક્ષેત્રમાં ન વાવો. કારણકે અશુભ બીજનું અશુભ ફળ છે. મનરૂપ ક્ષેત્રમાં શુભાશુભ વિચાર બીજેનાં ફળો પણ શુભાશુભ થાય છે એમ નિશ્ચયતઃ અવબોધી સમજીને અશુભબીજેને મનરૂપ ક્ષેત્રમાં ન વા. જે તમોબાજરીવાવશે તેતેમાંથી જારરૂપ ફળ થશે નહિ. અન્ને બાજરીવાવ્યાથી બાજરીઉ આવવાનું તેમજ અફીણ બીજે વાવવાથી આમ્રફળ પ્રગટી શકે નહિ. અફીણનાં બીજ વાવવાથી ગુલરાં થવાનાં એમનકી અવબોધવું અએવ ઉપર્યુક્તન્યાયને હૃદયમાં ધારણ કરીને હિંસા,જૂહ, તેય, મૈથુન, પરિગ્રહ. મમતા, ક્રોધ, માન, માયા, લોભ, નિન્દા, ઈર્ષ્યા, ચાડી, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, રજોગુણ, તમે ગુણના વિચારો, કલેશ, અને વૈર વગેરે અશુભ વિચારરૂપ બીજેને મનરૂપ ક્ષેત્રમાં
For Private And Personal Use Only