________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
ભજનપદ્ય સંગ્રહ.
હાતા નહીં અન્તર થકી સારૂં કદાપિ જ્યાં મળે, આચાર વા વિચારના ભેદે હૃદયમાં બહુ બળે અવસર જમાને ઓળખી પ્રવૃત્તિ નહિ કંઈ ચળવળે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે– અભિમાન બહુ જાણ્યાતણું આચાર પાલનનું ધરે, પિતાતણું સહુ સત્ય પરનું જૂઠ સેવે ઉચ્ચરે; ઔદાર્ય દષ્ટિમાં નહીં સંકીર્ણ દષ્ટિ આદરે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ ક્યાંથી કરે– ચેતી જમાને ઓળખે એ વાત ક્યાંથી નિસ્સરે, કે સત્ય કહેતે તેના શત્રુ બની ઝઘડે લડે;
જ્યાં સંપ ના ત્યાં જંપ ના કુસંપ જ્યાં બહુ સંચરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– નાયક વિનાના સૈન્યની પેઠે ગમે ત્યાં આથડે, સ્વાઘને સ્વાતંત્ર્યમાની રેઝની પેઠે ફરે; એવા બને જે સાધુઓ તેને ખરૂં શું પરવડે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. વિદ્યા ઉપર પ્રીતિ નહીં સ્વાધ્યાય નામે થરથરે, સિદ્ધાંતની ચર્ચા નહીં કુકર્મકાંડે પરવરે; કુરતીના દાસે બની જે સત્ય આચરતાં ડરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– ધરતા નહીં શુભ ધર્મને જે કામિનીને કરગરે, લલચાઈને લક્ષમીવિષે જે વિત્ત લેવા સંચરે; જે મેહમાયાના ગુલામે થઈ બહુશેકે રડે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે– ૧૦ બેલી ફરી ક્ષણમાં ફરે નિશ્ચય નહીં મનમાં વરે, વિશ્વાસઘાતી ઝટ બની જે જાય શત્રુના ઘરે; ગીતાર્થ નહીં ગીતાર્થની નિશ્રા વિના જે વિહરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે –
For Private And Personal Use Only