________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
^
^
^^^^^
^^^^^^
^^^^^^^^
^^-~
ઝવેરી પારખે હીરે, જણાતે અન્યને પહાણે, અધિકારી વિના બાપુ, પરીક્ષા શું કરી શકશે. તમારી કંઈ ગતિ ના જ્યાં પ્રવેશે ના મતિ કિંચિત; બનીને ત્યાં તમે ડાહ્યા, પરીક્ષા શું કરી શકશે. કથે જે અન્ય લોકેને, ગ્રહો સાચું તમે તેને; ધરી વિશ્વાસ અન્યમાં, પરીક્ષા શું કરી શકશે. કરે ગાગર પરીક્ષાને, અહા અશ્વિતણું માપે, બની તેવા પરીક્ષામાં, પરીક્ષા શું કરી શકશે. વિચાર્યા વણ વદે શબ્દ, તમારૂ તલ જ્યાં થાતું; અહો એ બુદ્ધિ તુલાથી, પરીક્ષા શું કરી શકાશે. વસ્યા વણુ માનવી પાસે, નથી માનવ પરીક્ષાનું વસ્યા વણ ને કસ્યાવણ તો, પરીક્ષા શું કરી શકશે. ૮ સ્વકીય બુદ્ધયનુસારે, કરે સર્વે પરીક્ષાઓ સ્વયં ભૂલી રખડનારા, પરીક્ષા શું કરી શકશે. ઘણું ઉંડા વિચારે જ્યાં, હૃદયના આશયે ઉંડા; કર્યા વણ નિશ્ચય પૂરા, પરીક્ષા શું કરી શકશે. ખરી વીતરાગની દષ્ટ, પરીક્ષા સર્વની થાતી; બુદ્ધયબ્ધિ સત્ય સમજીને, રહો સમભાવમાં ધ્યાને. ૧૧
* खरो छे मेळ शिर साटे. 19રહી જ્યાં ચિત્ત જુદાઈ, રહી જ્યાં સ્વાર્થ કપટાઈ; અહે એ મેળ છે કાચો, ખરે છે મેળ શિર સાટે. ખરા જ્યાં મેળના રંગે, નથી ત્યાં લોકની પરવા; નથી ત્યાં મૃત્યુની પરવા, ખરે છે મેળ શિર સાટે. જરા ના પ્રાણની પરવા, જરા ના વિત્તની પરવા; નથી દુઃખેતણ પરવા, ખરે છે મેળ શિર સાટે. જશ ના દેહની પરવા, જરા ના કીર્તિની પરવા; જરા ચરાય ના મનડું, ખરે છે મેળ શિર સાટે.
For Private And Personal Use Only