________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
જણાવું છું હૃદય પ્રગટયું, રૂચે તો માનજે સાચું; બુદ્ધચબ્ધિ ધર્મ કરવાને, બનીજા દાસ જ્ઞાનીને.
= તપુો . ) પ્રભુના ભક્ત સાધુઓ, મહાવ્રત પંચ જે પાળે; ભલી તેની સદા સેવા, કરીશું પૂર્ણ ભક્તિથી. ૧ અમારા ચિત્તમાં વ્હાલા, શુભંકર સર્વ સાધુઓ; ગણુ પરમેષ્ઠીમાં જ્ઞાને, કરીશું દાસ થઈ ભક્તિ. ૨ સદા વૈરાગ્યમાં ઝીલે, પરિગ્રહ ત્યાગીને જ્ઞાને ફરે નિ:સંગતા ધારી, અમારા પ્રાણ તેઓ છે. ૨૩ અમારી આંખ ને પાંખે, અમારા ધર્મના પ્રાણે; અમારા ત્યાગી સાધુઓ, અમારા પ્રાણથી પ્યારા. ધુવે છે પાપ દુનિયાનાં, દયા ગંગા પ્રચારે છે; કરે ઉપદેશની વૃષ્ટિ, અમારા પૂજ્ય તેઓ છે. ૫ અમારા દેશની શેભા, અમારા ધર્મ નેતાઓ; અમારા આર્ય સાધુઓ, અમારે શ્વાસ તેઓ છે. ૬ અમારી આર્ય ભૂમિના, જીવન્તાં કલ્પવૃક્ષ એક અમારા દેષ ધનારા, અમારા માતપિતાઓ. ૭ અમે મુનીન્દ્ર પૂજારા, અમે સાધુતણા કવિ, અમારા સાધુઓના તે, અમે છેયે સદા બાળ. ૮ ગમે તેવી અવસ્થામાં, અમારા પૂજ્ય સાધુઓ, સદા છે પૂજ્ય દુનિયામાં, ગૃહસ્થોથી સદા મેટા. ૯ અમારા સાધુઓ માટે, અમારૂં સર્વ અર્પણ છે; સદા સંવરવિષે રમતા, કરે છે કર્મ નિર્ઝરણા. ૧૦ નમું હું બહુ વિનયોગે, જગતમાં સર્વ મુનિને, બુદ્ધબ્ધિ ધર્મ ધરનારા, ચિરંજીજ સાધુઓ. ૧૧
For Private And Personal Use Only