________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
કરી લે મંત્રની સિદ્ધિ, પ્રતિજ્ઞા જે મુખે કીધી, - હિતસ્વી શિખ જે દીધી, મન્ય અવસર જવા ના દે. ૪
જગતમાં જે સમય ભૂલ્યા, ઘણું પસ્તાય પાછળથી; પછીથી શું વળે રેતાં, મને અવસર જવા ના દે. ૫ ભમા ભૂલ ના ખાજે, રહીશ ના અન્યની દાઝે, કરીને કાર્ય તે ગાજે, મળે અવસર જવા ના દે. ત્યજી ભળભળપણું માની, બનીને સર્વ યુક્તિથી અનુકુળ કાર્ય કરવાને, મળે અવસર જવા ના દે. હૃદય મંતવ્ય કરવામાં, સહી છેદી સકલ વિને; પરિપૂર્ણ પ્રયત્નએ, મળે અવસર જવા ના દે. ૮ ઘણે તું ચિત્તમાં ચેતી, કળાએ કેળવી કેડી; બુદ્ધચબ્ધિ ધર્મ સિદ્ધચર્થે, મળે અવસર જવા ના દે. ૯
- बनी जा दास ज्ञानीनो
કવ્વાલિ. તને જે શાન્તિની ઈચ્છા, ખરેખર ચિત્તમાં થાતી, ત્યજી સર્વે ઉપાધિ, બની જા દાસ જ્ઞાનીને. ખરૂં સ્વાતંત્ર્ય મેળવવા, બધાં બન્ધન ત્યજી દેવા; કરી સ્વાર્પણ ધરી શ્રદ્ધા, બની જા દાસ જ્ઞાનીને. રહી છે ધર્મમાં શક્તિ, સુધારે સગુણે વ્યકિત; સમપે સત્યની ભકિત, બની જા દાસ જ્ઞાનીને. ત્યજીને સર્વ શંકાઓ, ઉઠાવી સર્વ આજ્ઞાએ; ત્યજી સ્વાચ્છન્ય મન માન્યું, બની જા દાસ જ્ઞાનીને. અધુના જે ન સમજાતુંપછીથી તેજ સમજાશે; ધરી ધીરજ હૃદય માંહી, બની જા દાસ જ્ઞાનીને. અહે સુવૈદાની પેકે, ખરે વિશ્વાસ લાવીને, અનન્તાં દુઃખ હરવાને, બની જા દાસ જ્ઞાનીને.
For Private And Personal Use Only