________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
गमे तेवी अवस्थामां सदा ज्यां त्यां सुखनी
4માવના માવવી. - -
પદ.
સુખ માનીલે ભાઈ, ગમે ત્યાં સુખ માની લે ભાઈ, નાના અવસ્થામાંહી, ગમે ત્યાં સુખ માનીલે ભાઈ; તુજને જ્યાં ત્યાં જે મળ્યું છે, કર નહિ ત્યાં અધિરાઇ, દુ:ખ વિષે સુખ ભાવનારે, ભાવલે સુખદાઈ. ગમે ત્યાં. ૧ જે જે બનતું તે તે સહરે, ભાવી આનન્દદાયી; માની આનન્દ બનીરે, ધર ચિત્તે ચતુરાઈ. ગમે ત્યાં. ૨ સુખ માટે સર્વે સદારે, ધારી લેજે ભલાઈ સારા માટે સહુ બનેરે, જાઈશ નહિ ગભરાઈ. ગમે ત્યાં. ૩ મનમાં ચિન્તાઓ કરી, માન નહીં ગરીબાઈ સિદ્ધસમે સત્તા થકીરે, આત્મસ્વભાવે વડાઈ. ગમે ત્યાં. ૪ નિરન્કન પરમાતમારે, સત્તા દિલમાં સ્થાયી;
બુદ્ધિસાગર ધર્મથીરે, સહજાનન્દ વધાઈ. ગમે ત્યાં. ૫
સારાંશ ગમે તેવી અવસ્થામાં પોતાના આત્માને સુખની ભાવનાવડે પોષવો. ગમે તેવી અવસ્થામાં ગમે ત્યાં આત્મજ્ઞાનવડે આત્માના આનન્દ ગુણમય પિતાને માની સંતોષ ધારણ કરવો. આત્મા પોતાના શુદ્ધ ધર્મની અપેક્ષાએ વિચારીએ તે કદિ દુઃખી નથી. પોતાના સુખ સ્વરૂપને ભૂલી કર્મના યોગે થતો દુઃખને આપજે પિતાનામાં વાસ્તવિક માની લેવામાં આવે, તે પિતાને સુખથી કરેડ માઈલનું અત્તર પડે છે. કર્મથી દુઃખ પડે તે અવસ્થામાં પણ પિતાના આત્માનું ધ્યાન ધરવું કે જેથી આત્મા પોતાના આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપમાં લયલીન રહે. શુદ્ધ ભાવના વડે આત્માનું ધ્યાન કરવું કે જેથી આત્મા પિતાના પરિપૂર્ણ આનન્દને કર્મને નાશ કરી પ્રગટાવી શકે. જે જે અવસ્થાઓ પ્રાપ્ત થાય છે એ પ્રગતિક્રમમાં કોઈ અપેક્ષાએ ઉપયોગી અને સારી છે, એમ માનીને આત્માના શુદ્ધોપયોગમાં રમણતા કરવી.
For Private And Personal Use Only