________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
ગમે તેવી અવસ્થામાં, થતાં જે કર્મ તે તે સેક બુદ્ધયાબ્ધિ ધર્મ ધારીને, બની નિષ્કામ કરવાનું. ૯
• भमरा मान कयुं मन मारूं.
અવધુ કયા સોવે તન મઠમે એ રાગ. ભમરા માન કહ્યું મન મારૂં, હૃદય ગણી લે પ્યારું. મરાવન વન ભમતો ભમતે રહે, કરી ઈચ્છા મન કાળું કરી ન રહેતા એકજ ઠામે, ભટકણું શીલ ભ્રમાળું. ભ્રમરા. ૧ સન્તથી વાર્યો ના વળતે, લાજ ન ગણતે નકારું; ધમકાતાં તે થઈ જાતે, જે દેવતા દારૂ. ભ્રમરા. ૨ પંચરંગી પુષ્પ પર બેસે, વાર્યુ ન કરતે વારૂ, ઝાપટ ખાઈ પાછો આવે, આશા જીવન હારૂં. ભ્રમરા. ૩ લાલચમાં લપટાઈ જઈને, જીવન ધરે વિશરારૂ; મકરંદે લોભાયો મૂરખ, લોભે થાય નઠારૂં.
ભ્રમરા, ૪ ઉડી ઉડી જ્યાં ત્યાં બેસે, વર્તન એ નહીં ચારૂ; ગુણ ગુણ કરતે પણ ના ગુણ લે, રહેણમાં અંધારું. ભમરા. ૫ કમલ પાંખડી દલમાં પેસી, માને મનમાં સારું; રવિ અસ્તે સંકેચાયાથી, દુઃખ અપાર થનારૂં. ભ્રમરા. ૬ કાળ હસ્તી એ કમલ દળને, પૂરે છે સંહારૂં; ઈંડાએ કચરાતાં ત્યારે, પ્રાણુ જશે ઝંકારૂં. ભ્રમરા. ૭ આશાનું જીવન છે ભૂડું, ચિન્તા સંકટ ખારૂં, ભ્રમણાથી ભૂલીને ભમતાં, એળે આયુ જનારૂં. ભ્રમરા. ૮ સમજી લે શાણ તું સાને, પરપુદગલ કરી ન્યારું; બુદ્ધિસાગર આતમ ઘરમાં રહેતાં સુખ નિર્ધારૂં. ભમરા. ૯
ॐ शान्तिः ३
For Private And Personal Use Only