________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
ઉગ્યા ભાનુ કહે કાકે, જણાવે કર્દમ જ વૃષ્ટિ, દિયે ના દલડું સાક્ષી, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૪ થયા જે સ્વાર્થ સંબંધો, થયા અજ્ઞાનથી મેળો; ક્ષણિક એ વિજળી જેવા, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૫ પ્રશસ્ય પ્રેમ વણ ભક્તિ, ગુરૂ વા દેવની નહીં છે; ચહે ના આંખને આંખે, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૬ જતો ભૂલી જતાં દરે, મળે તો પ્રેમ દેખાડે, અહો વ્યવહાર જાળવવા, હજી નહિ પ્રેમ તુજમાંહી. ખરી પ્રીતિ વિના કહેણું, કદિ ના રહેણીમાં આવે; પ્રતિજ્ઞાઓ ટળે ધી, હજી નહિ પ્રેમ તુજમાંહિ. ટકે છે ધર્મ પ્રીતિથી, ટકે છે ટેક પ્રીતિથી, ગઈ પ્રીતિ ગયું સર્વે, હજી નહિ પ્રેમ તુજમાંહી. ખરે છે પ્રેમ બાળકમાં, ખરે છે પ્રેમ ચાગીમાં જીવે છે પ્રેમથી શ્રદ્ધા, હજી નહિ પ્રેમ તુજમાંહી. તે નહિ પ્રેમ જે માંહી, વળે નહિ જીવ તે માંહી; બુદ્ધચ%િ શુદ્ધ પ્રીતિથી, પ્રભુનું રૂપ મળવાનું. ૧૧
- = મઈને મિન્ન ના થારો. =
કવ્વાલિ. મળ્યા તે હો મળી જાણે, હજારે સંકટે સહીને, વિચારીને વિચારે એ, મળીને ભિન્ન ના થાશે. પડે જે દષ્ટિમાં ભેદે, પડે આચારમાં ભેદે, કરી ઝટ ચિત્તને મેટું, મળીને ભિન્ન ના થાશે. વિચારે બહુ કરે પૂર્વે, મળ્યા પહેલાં ઘણી વેળા; તજીને સ્વાર્થ સંબંધે, મળને ભિન્ન ના થાશે. પડે જે ચિત્તમાં આંટી, મન્યા પણ નહિ મળે સારું ભલે આગળ ચઢ ભાવે, મળીને ભિન્ન ના થાશે.
For Private And Personal Use Only