________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ,
રાધા આતમ સૃષ્ટિની, જનની સમ કહેવાય; પિતા અન્તર્ સૃષ્ટિને, શુદ્ધાતમ વખણાય; એક રૂપે છે અને રે, પુરૂષ સ્ત્રી નામ વરે. રાધા-૩ રાધામાં હરિને જુએ, હરિમાં રાધા બેશ; એક બીજાના ધ્યાનમાં, આનન્દ હોય હમેશ. દ્વૈતભાવના ધ્યાને રે, આરંભમાં ચિત્ત ઠરે રાધા.-૪ હરિ ભજતાં રાધા ભજી, હરિમાં રાધા હોય; રાધા ભજતાં હરિ ભજ્યા, રાધામાં હરિ જોય. શુદ્ધ પ્રેમને ધ્યાને રે, અદ્વૈત એ ભાવ ખરે. રાધા-૫ રાધા હરિ સંબંધથી, પરમ પ્રભુ પ્રગટાય; સિદ્ધ બુદ્ધ પરમાતમા, કમોતીત સુખદાય. સિદ્ધસ્થાન અચુત, તિમાંહિ જ્યોતિ મળે. રાધા.-૬ સ્વામી સેવક ભાવ નહિ, આતમ વિષ્ણુ ગણાય; વ્યાપક ફે જાણથી, સાદિ અનન્ત સદાય. અક્ષરાતીત સ્વામી રે, ચિદાનન્દ પૂર્ણ રહે. રાધા.-૭
તે ત જણાય છે, ગુરૂગમમાં છે જાત; રાધા હરિ ગુરૂમાં રહ્યા, ગુરૂ સેવે ઉધોત. બુદ્ધિસાગર પ્રેમેરે, રાધા હરિભક્તિ મળે. રાધા.-૮
ફ ન તુજની જ
કવ્વાલિ. ભણે તે શું ગમ્યું તે શું, ઘણી ભાષા શિખે તે શું? ગુણાનુરાગ નહિ આ, હજી નહિ પ્રેમ તુજમાંહી. ૧ ઘડીમાં પ્રેમના ચાળા, કરે છે સ્વાર્થ સંબંધે, ઘડીમાંહી જ ભૂલી, હજી નહિ પ્રેમ તુજમાંહી સલામે બહુ કરે ઝૂકી, પડે પગમાં વિનય લાવી, મળે તે થઈ જાતે, હજી નહિ પ્રેમ તુજમાંહી.
For Private And Personal Use Only