________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ મેહના વડે ચડ નહીં.
જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ, મહિના વડે શીદ ચડે, મુક્તિની નિસ્સરણીથી પડે. પ્રભુ ભજનમાં તાવ આવે, રમતમાં આથડે, ધર્મનું વ્યાખ્યાન સુણવા, જાતાં બહુ લડથડે. મુક્તિ . ૧ ધમાધમીમાં ધર્મ માની, લેશી થઈને લડે; સમતાથી છેટું ઘણું તેજ, ધ્યાન વાત ન જડે, મુક્તિવ ૨ કુશળ કપટી દાવપેચે, ઘાટ બહુલા ઘડે; પરનું ઉંધુ વાળવામાં, બહાદુર થઈ ભડભડે. મુક્તિ છે ચબાવલે થઈ ચતુર ચુકી, કર્મ અનન્તાં કરે; આત્માની ઓળખાણ કાચી, કારજ કયાંથી સરે. મુક્તિ૪ સત્ય ભૂલી જૂઠ પકડી, અંધારે અડવડે; જ્ઞાનવાત જરા ન ગમતી, કુપક્ષે ઝટ ઢળે. મુક્તિ ૫ મનડું મર્કટ કરે ન વશમાં, ઉદ્ધત થઇ ઉછળે; સાચી શિક્ષા ઝેર જેવી, દેતાં મન બડબડે, મુક્તિ - ૬ પાપ કર્મ પ્રેમે કરતે, ઈર્ષ્યાથી બહુ બળે, સજજનોને દ્વેષ કર્ત, ફોગટ બ્રમથી ફરે. મુક્તિ ૭ આત્મજ્ઞાનથી ચિત્ત આડું, બાહ્યદૃષ્ટિમાં ભળે; બુદ્ધિસાગર આત્મજ્ઞાને, અનન્ત સુખડાં વરે. મુક્તિ . ૮
ઓમ શાન્તિઃ રૂ. સુરત,
For Private And Personal Use Only