________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ તું પતે વિચાર.
જીવનજી બારણે મત જાજેરે એ રાગ. જીવલડા ચિત્તમાં લે વિચારી રે, દશા કેવી થશે અરે હારી. જીવ રાગી થઈને રંગ છે ભારીરે, કીધાં પાખંડ વિવેક હારીરે, પ્રમદા વેક્યા મન પ્યારી,
જવલડા. ૧ પ્રભુ ભકિત ન કીધી જરાયરે, ગુરૂ દર્શન કરવા ન જાય; ગપા સપામાં બહુ હરખાય,
જીવલડા૨ પાપારંભથી હિંસા અપારરે, જુઠું બોલ્યા હજારે વાર; ચેરી કરવામાં તૈયાર,
જીવલંડા૦ ૩ મૈથુન ઈચ્છા મકલાયોરે, વેદેદયથી બહુ વારે; ધિક કુતર પેઠે ધાયે,
જીવલડી ૪ લક્ષ્મીની લાલચ લાગીરે, પીધી મમતા મદિરા માગીરે; ત્ર દિવસ ધનને રાગી,
જીવલડા. ૫ જોયું પાછળ નહિ પૂંઠ વાળીરે, સાત વ્યસનની ટેવ ન ટાળીરે; દીધી કજીયા કલેશથી ગાળી,
" જીવલડા૦ ૬. પાંચ ઈન્દ્રિના ભેગમાં રાગીરે, ભીખ વિષયની બહ માગી રે; પામરને પાયે લાગી,
જીવલડા૭ દયા દાન ન કેઈને દીધુ, પાપ કર્મ અનતુ કીધું રે; હલાહલ હરખે પીધું,
જીવલડા. ૮ દિલમાં દેવ ગુરૂ ન ધરીયા, પાપ કર્મને પિટલા ભરિયારે; દુઃખી જેને ન ઉદ્ધરિયા,
જીવલડાઇ ૯ ગુરૂ વાણી ન સુણ કાનેરે, મકલા જગના માને ચડ દુનિયાના તેફાને,
જીવલડા. ૧૦ હવે અવસર લેજે સુધારીરે, સમજી દીલમાં નરનારીરે, બુદ્ધિસાગર ગુરૂ સુખકારી,
જીવલડા. ૧૧
સુરત,
For Private And Personal Use Only