________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
પાંચમે પાપને પરિહરીએરે, પાંચ જ્ઞાન હૃદયમાં ધરીએ રે; પ્રભુ મહાવીર ગુણ અનુરીએ,
સખી. ૫ છઠે પટકાય રક્ષણ કરીએ, ભાવ ભક્તિ હૃદયમાંહિ ભરીએ; સમતા સામાયક વરી એ.
સખી. ૬ સાતમે શુદ્ધ શ્રદ્ધા રાખશે, સત્ય પ્રિય વિચારીને ભાખરે, કુટ કપટને કાઢી નાખે,
સખી. ૭ આઠમે આઠ મદને નિવારે, કરે અષ્ટ કરમ સંહારો રે; કરો આતમને ઉદ્ધારે,
સખી. ૮ નવમે નેકષાયને તજીએ રે, ભલા ભાવથી ભગવંત ભજીએ; શીળની ગુપ્તિ નવ સજીએ,
સખી. ૯ દશમે દશવિધ ધરે ધર્મરે, શિવ નગરીનાં પામે શર્મરે, નાસે સઘળાં અનાદિનાં કર્મ,
સખી. ૧૦ એકાદશીએ અંગ અગિયારરે, સુણીએ સમકિત સુખ સાર; તેથી થાશે સફળ અવતાર,
સખી. ૧૧ બારસે બાર વ્રતને ધરીએરે, શુદ્ધ ગુરૂ મુખથી ઉચ્ચારીએ રે; રાગ દ્વેષને હેતે હરીએ,
સખી. ૧૨ તેરસે તેર કાઠીઆ વારે, હઠીલા થઈ જન્મ ન હારો, તરે ભાવે બીજાને તારે.
સખી. ૧૩ ચઉદશે શુદ્ધ ચેતના ચહીએરે, શુદ્ધ ચેતન લક્ષણ લહીએ રે; ચઉદ વિદ્યા મનમાંહિ વહીએ,
- સખી. ૧૪ પૂનમદિન પૂર્ણ સ્વરૂપી જાણે આતમ રૂપારૂપીરે; એવી વાતો પ્રભુએ પ્રરૂપી,
સખી. ૧૫ તિથી પન્નર ગાશે તે તરશેરે, વેગે આનંદ મંગળ વરશે, પૂર્ણ આતમ ઉજવળ કરશે,
સખી. ૧૬ શહેર સુરતમાં સુખદાઈરે, તિથી પન્નર પ્રેમથી ગાઈરે, બુદ્ધિસાગર સત્ય વધાઇ,
સખી. ૧૭ એમ શાન્તિઃ રૂ સુરત.
For Private And Personal Use Only