________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
મુનમિત્રને લખેલ પત્ર
૧
- ગઝલ. અરે ઓ મિત્ર તું પ્યારા, સમજજે વાત આ શાણ; હૃદયનું સ્થાન છગરથી તું, હૃદયની વાત લે તાણું. ખરી નીતિ ખરી રીતિ, ગ્રહી લે પ્રાણથી પ્યારા; હજી છે હાથમાં બાજી, સમયને જાણજે હારા. “નથી જે સત્ય વ્યવહાર, વિવેકે ભાસશે એવું; તથાપિ સૂકમ દૃષ્ટિથી, વિચારી સત્યને લેવું.” “ખરેખર દૃષ્ટિના ભેદે, પડયા ભેદ બહુ જગમાં અપેક્ષાએ વિચાર્યાથી, ખરા તે ભાસશે મનમાં.”
અપેક્ષાએ વિચાર્યથી, જગામાં સર્વ છે સાચું ટળે છે વાદના ઝઘડા, કહ્યું તે તે નહિં કાચું.” જનેન્દ્ર એ જણાવે છે, ભણેલા એ ભણાવે છે; સનાતન જ્ઞાન છે સાચું, વિકલ્પને સમાવે છે. નથી વ્યવહારમાં ઝઘડા, નથી નિશ્ચયમાં રગડા, અપેક્ષા વાદને જાણે, સહુમાં સત્ય જેવાનું.” પ્રભુના કેવળ જ્ઞાને, સહુમાં સત્ય ભાસે છે; વિચારી લે વિવેકે તું, થયું તે તે સુધારી લે. જણાવ્યું હે ખરા સ્નેહે વિચારી ચાલજે બધુ; બુદ્ધયબ્ધિ દૃષ્ટિમાં ન્હાલા, હૃદય નેહે સુધા સિધુ.
ઓમ શાન્તિઃ રૂ
સુરત.
For Private And Personal Use Only