________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યને લખેલ પત્ર
ગઝલ. જણાવ્યું હે ભલી રીતે, તથાપિ તું રહ્યું રે મનુષ્યરે મેહમાં મુંઝ, ખરે રસ્તે નહિ સુઝ. વો શું વહેમની વાટે, ઠચ નહિ તું ખરા હાટે; ભળે નહિ તે ભલા ભાવે, ડર્યો નહિ દુખના દાવે. હજી તું ચેતી લે હાથે, સજી લે સત્યને સાથે; થજે તું રહેમને દરિયે, ભલા ભાવે સદા ભરિયે. વિચારી સત્યને વદવું, કદી નહિ શ્રેષથી લડવું હરામી ના થવું હશે, બુરૂ ના બોલવું રીસે. સદાનું સુખ તે સાચું, તજી દે દુઃખ જે કાચું તજી દે તું હઠીલાઈ, ભલે ને ભલાઈ તું. સરલાઈ સજી સારી, અદેખાઈ તજી ખારી; તજી દે રાગની ગ્રંથિ, ત્વરિત તું થાવ શિવ પંથી. ગુરૂના જ્ઞાનને પ્રપજે, થએલા દુઃખને દહજે; ધીરજ ને ધારી લે ધીરા, ચઢેલા હાથમાં હીરા. પડે જે દુખના પથર, તથાપિ સામ્યતા ધરજે; વિચારોના વમળમાંહિ, વિચારી કૃત્ય સહુ કરજે. ૮ તશ નહિ સત્ય પિતાનું, કદી ના સત્ય રહે છાનું, અલખની ધુનને ધરજે, પ્રગટ સહુ પાપ પરિહરજે. ૯ સદા તું ધ્યાનમાં રહેજે, કઈને કઈ ના કહેજે; અગમની એ નિશાની છે, પર ધ્યાને પિછાની છે. ૧૦ જગત્ એ સ્પષ્નની માયા, પડેલા પાણી પડછાયા, અમર તું આતમાં જ્ઞાની, અનંતા ગુણની ખાણી. ૧૧ વિચારી દેશમાં વળશે, અનંતિ તિમાં ભળજે; બુદ્ધચબ્ધિ” સત્ય એ ગાયું, પરાધ્યાને જે પરખાયું. ૧૨
For Private And Personal Use Only