________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપદેશ.
ગઝલ. અરે ઓ માનવી મેટા, હજુ નહિ વાળ મન ગેટા, થનારું તે થશે ત્યારૂં, વિચારી એજ નિર્ધાર્યું. ૧ ઠગાતે નહિ ઠગેથી રે, અવિચારી થતા ના તું; હજી છે હેત હૈડામાં, જીગરથી જોઈ લે જાગી. “ હજી હારી હજી હારી, અમર આશા છુપાઈ છે; ઘી એ વાત વિશ્રામી, સદાની એ છવાઈ છે.
મળેલ બેધ લેજે તું, ગણી લેજે એ પિતાને; નહિ છાને નહિ નાને, હજી એ પ્રેમ મસ્તાને. અમારી વાત ભૂલી જા, ગ્રહી લે સત્ય પિતાનું; તમારાં દિલનાં દર્દો, નથી સહ મુજથી છાનાં.
ક્ષણિક જે ચિત્તના રંગી, હમે તેના નહિ સંગી: સદા તું રાખ હુંશિયારી, તજી દે ભૂલ પિતાની. વિચારી વેણને વદવાં, સજી લે સંગ સારાની; ગ્રહી લે સત્ય તે હારૂં, તજી દે સંગ બેટાની. ૭ “કદી તું પ્રેમથી મળશે, હઠીલા છેડી દે હઠને, કુસંગી સંગ દેથી, કુસંગી ના કદી થાત. હજી આશા બહુ લાંબી, હજારે દીલમાં ધારી; વિવેકે સહ વિચારીને, ગ્રહી લે સત્ય જે હારી. ખરૂં તેને જણાવ્યું હું, અલખની વાતમાં પ્યારા હજી તું મેહ મકલાઈ, ખરાને જૂઠ જાણે છે.
ઘણા રંગે ઘડીના જે, ઉઠે જે દીલમાં ખટા; શમાવી તું સુખી થાજે, દુવા એ દીલની મહારી. ૧૧”
ગ્રહે જે ગાજશે ગગને, તથાપિ હું નહિ છોડું અમર એ પ્રેમની આશા, ધરી લે તે ધરી લે તું. ૧૨” - “દુઃખીનું દર્દ એ ટાળે, શિખામણ પ્રેમથી ગાજે; બુદ્ધયબ્ધિ સંતની શ્રદ્ધા, ગ્રહી લે તે ગ્રહી લેજે. ૧૩
For Private And Personal Use Only