________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સમતા,
રાગ ઉપર સુંદર સમતા સાચી રે, રહેશે તેમાં રાચર. સમતાથી શાશ્વત છે સુખડાં, મનનાં પાપ મટાવે; નિર્મળ મનડું થવે, નકકી, કર્મ કલંક કટા. સુંદર. ૧ સમતા ત્યાં મમતા નહીં સમજ, મુક્તિ સહુને મળશે. સમતાગે સાધુપણું છે, તનના તાપ ટળશે. સુંદર. ૨ સમતા ક્રોધ હઠાવે સઘળો, સમલે મન છાજે. નીચ ઉંચને ભેદ ન નિરખે, ગગન ગઢ જઈ ગાજે. સુંદર. ૩ અન્તર્મુહૂર્તમાંહિ આપું, સર્વ જનેને સિદ્ધિ. મુજ સેવ્યાથી નિશ્ચય મળશે, રમણિક ક્ષાયિક ત્રાદ્ધિ. સુંદર. ૪ નાત જાતના ભેદથી ન્યારી, વૈર ઝેરને વાઢે; કપટવલિનું મૂળજ કાપે, કુમતિ, મનથી કાઢે. સુંદર. ૫ શુભાશુભ સંકલ્પ સમાવે, મનડું મલીન મટા. આશાના છેદે આ કુર, હઠના વાદ હઠાવે. સુંદર. ૬ સમતા અમૃત સાચું સજજન, પીશો પ્રેમ કરીને. અલખ ખુમારી અવિચળ આપે, હર્ષને શોક હરીને. સુંદર. ૭ સમતાની સુંદર શિખામણ, મહન્ત મુનિવર માને નિંદા કુથલી દૂર નિવારી, ગુણ ગાવે છે ગાને. સુંદર. ૮ વૈરાગી ત્યાગી સભાગી, રહે સમતામાં ર. બહાલી સતા સહુને વિશ્વ, બેશ છે હેની બાજી સુંદર. ૯ કજીઆ કંકાને કાઢે, ભ્રાતૃભાવ વધારે. નિર્મળ મન પરમાતમ નક્કી, તુર્ત જેને તારે, સુંદર. ૧૦ અનંત ગુણનું કારણ એકજ, મુક્તિ પદ ઝટ મળશે. બુદ્ધિસાગર સમતા ટેકે, તુત કર્મ સહ ટળશે. સુંદર. ૧૧
સુરત.
For Private And Personal Use Only