________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયિક કર્મ.
જનક ધર્મ જણાયા બે ઉદયે કમ આવે, જીવને ખૂબ નચાવેરે. સીતા સતીની શર્મ ન રાખી, વનમાં દુખડાં વીત્યાં નદિષેણને નરમ કર્યા બહુ, જીતાયે નહિ જીત્યાં. ઉ૦ ૧ આદ્રકુમારને ઉદયે આવ્યાં, પરણી પિતે પડીઆ, કાને વીર પ્રભુને ખીલા, ઠક્યા કર્મ નડીઆ. ઉ૦ ૨ તીર્થકર ભગાવલી કમેં, ત્રેવીસ પરણ્યા નારી; ભલા ભલાને કર્મ ન છોડે, હાથે ન રહે હશિયારી. ઉ૦ ૩ મુંજ મહીપતિ જગમાં મેટ, ઘર ઘર ભિક્ષા માગી; આષાઢા આચારજ ઉત્તમ, બની આ વેશ્યા રાગી. ઉ૦ ૪ પાંડવ વનવાસી ગ્યા પાપ, નળ દમયંતી વનમાં કલાવતીના હાથ કપાયા, માત ફરે છે મનમાં. ઉ૦ ૫ પારાસરને ખુબ પજવીઆ, કામ ઉદય થયે ભારી; શ્રેણિક રાજા નરક સિધાવ્યા, બગડ્યા બહ બ્રહ્મચારી ઉ૦ ૬ ભેગાવલી કર્મ ભોગવવાં, કેઈનું કાંઈ ન ચાલે, બુદ્ધિબળ ઉપાયે અવળા, કર્મોદય ગુણ ખાળે. ઉ૦ ૭ ડાહ્યા ડમરા થઈ ગયા ભમરા, બળવંતા બળ હાર્યા; સતી સાધુની લાજ રહી નહિ, ઉગયા નહિ ઉગાર્યા.ઉ. ૮ અકળકળા કમદયની અહો, જરા ન રહે જબરાઈ; નવ નવ રંગે ઘડી ઘડીના, પ્રારબ્ધ દુઃખદાયી. ઉ૦ ૯ ભોગાવલી ક ભોગવવાં, સમભાવે નરનારી; સમતા રાખે સંકટ સમયે, બહુ તેની બલિહારી. ઉ૦ ૧૦ વ્રત લેઈને બહુ જન વણશે, સમજે સજજન ડાહ્યા બુદ્ધિસાગર સમજે સાચું, સમભાવે મુનિરાયા. ઉ. ૧૧
સુરત.
For Private And Personal Use Only