________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ
રાગ ઉપર, અરે જીવ પામર પંખી. માથે મૃત્યુ બાજ છે મેટ. ગફલત માં ગમગીન બન્યાથી, વળે ઘડીમાં ગોટે. અરે ૧ ઝડપ દઈને ઝડપે ઝટપટ, વાર ન લાગે ઝાઝી. રમત ગમતને રંગ બગડે, બગડી જાને બાજી. અરે ૨ રાજન સાજન મહાજન મોટા, મૃત્યુ આગળ છેટા. ભલાભલા પણ ઉઠયા ભાગી, ખેલ થઈ ગયા ખોટા. અરે ! ફક્કડ થઈને અક્કડ ચાલે, મારગ સિદ્ધ ઝાલે. કાળ પકડશે વજૂપેટીમાં, પેસો જે પાતાળે. અરે ૪ જેની હાકે ધરણું ધ્રુજે, તે પણ ઉઠયા ચાલી. માટી કાયા, માટીમાંહી, ખટપટ જાશે ખાલી. અરે. ૫ ભણે ગણે પણ અંતે ભય છે, આંખ મીંચાશે ઉડી. કાયા વાડી કરમાશે ઝટ, કપટ કળા સહ કુડી. અરે ૬ મુસાફર તું માન માનવી, સગાં ન સાથે આવે. કરશો તે ભગવશ ભવમાં, કયાં કર્મ સહુ પાવે. અરે ૭ આશામાં અમથા અથડાવું, ભ્રાંતિમાં ભરમાવું. જીવન સઘળું હારી જાવું, પાપ પાશ પકડાવું. અરે ૮ વિષય વાસના વિષ છે હાલું, આશાનું અજવાળું. માન મૂર્ખ મન બેટું તે સહ, ઠામ રહે સહ ઠાલું. અરે ૯ કરે વ્યાપાર ભલે હજારે, સત્તામાં છે ખત્તા. કરે નોકરી હાજી હા કરી, સટ્ટામાં છે બટ્ટ. અરે ૧ કરે કર્મ પણ શર્મ ન છેવટ, મુક્તિ માર્ગ ઝટ ઝાલે. બુદ્ધિસાગર, અવસર પામી, સમતા સુખમાં મહાલે. અરે ૧૧
સુરત,
For Private And Personal Use Only