________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવને શીખામણ.
ચેતાવું ચેતી લેજેરે એ રાગ. જીવડા ઝટપટ જાવું, ખટપટ લટપટમાં શું મુઝ. મેહમાયામાંહિ મકવાતાં, શિવપુર પન્થ ન સુઝ, જીવડા ૧ મસ્તાને થઈ મગરૂરીમાં, ભૂલી કરે ભડાકે. બચીત આયું ખૂટી જાતાં, થાશે ધડધડાકે. જીવલડાર બાજંબાજા સાતંલાતા, ગાગાળા આવે. વાત તડાકા ગપગડાકા, મારે નહિ પણ ફાવે. જીવડા ૩ વાતવાતમાં લડી પડીને, ધમધમા બહુ કરશે. ઉચાળે અણધાર્યો ભરશે, ડામ કદી નહિ કરશે. વડા ૪ ગપ્પાં સંપાં નાતજાતનાં, ઝઘડામાં જકડાઓ. પ્રાણ પલકમાં પડતા રહેશે, ખત્તા દુઃખના ખાઓ. જીવલડા ૫ સટી ઝાલે કુતરપાળે, હસતા હસતા ચાલે. એક દીન ડાચું ફાટી જાશે, પરભવ પંથને ઝાલે છેલડા દ પહેરે પાઘડી, પાય ઘડીની, મરડી મૂછ મ્હાલે. બણી ઠણીને અંતે મરવું, ઠાઠ પડી રહે ડાલે. વેલડા છ છેલ છબીલા શાહને શાણા, પણ અંતે ગભરાણા. પ્રભુ ભજ્યા વણ પાર ન પામ્યા, પાપ કર્મ પકડાણા. જીવલડા ૮ બાજીગરની બાજી જેવી, ખચીત દુનિયા બોટી, મરતાં સાથે માલ ન આવે, લખપતિને લંગોટી. જીવલડા ૯ લાખ ચોરાશી ભટકે ભારી, ચેતા નરને નારી. બુદ્ધિસાગર અવસર પામી, ધર્મ કર સુખકારી. છેલડા ૧૦
સુરત.
For Private And Personal Use Only