________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાણાંતે પણ સાધુ નિંદા નહીં કરે, સત્ય વચનની ટેંકે જગ જયકારો. લલનાથી પણ અધિક ધર્મની લાગણી, દેવગુરૂને ધર્મની શ્રદ્ધા એશો. વ્યવહારે વર્તે છે, અન્તર દૃષ્ટિથી, સવર્તનમાં, આનંદ હાય હમેશો. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવને જાણતા, દૃષ્ટિરાગે કદી નહીં. મુઝાયો. શ્રવણ કરે છે ગુરૂની વાણી વ્હાલથી, ધર્મ ફેલાવા કરવા મન હરખાયો. દેવગુરૂની સેવા કરે બહુ ભકિતથી, શુઢાપાગે ધ્યાવે આતમરાયો. પિડસ્થાક્રિક ધ્યાને વર્તે મગ્નતા, આત્મસમાધિ વધવા ઉદ્યમ થાય, સાધુવ્રત લેવાની તીવ્રેચ્છા સદા, નિશ્ચયનયથી આતમ છે આત્રેયજો; સઘળાં તત્વ જ્ઞેયપણે જે જાણતા, આશ્રવતત્વને જાણે મનમાં ખેંચો. ત્રણ કાળમાં ગુરૂનું વંદન જે કરે, વિનય વિવેકે રહી સદા ગુણવાનજો; બુદ્ધિસાગર, આત્મ ઉજાગરતા લહે, શ્રાવક એવા પામે શ્રી ભગવાનજો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક
શ્રાવક ૭
શ્રાવક ૮
શ્રાવક
શ્રાવક ૧૦
શ્રાવક ૧૧
સુરત.