________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના માર્ગ દેખાડી, વિવાદ સર્વ ટાળીશું; ખરી એ ધર્મની કુંચી, અમારી એ ખરી સેવા ૧૪ જરા નહિ વર્ણને વધે, બધી જાતે બને જેને પડે નહિ ભેદ ઉપદેશે, અમારી એ ખરી સેવા. ૧૫ જિનાગમના અનુસાર, વહીશું ને વહાવીશું કરીશું સંઘની વૃદ્ધિ, અમારી એ ખરી સેવા ૧૬ પ્રસરશે ચારવણમાં, અમારે ધર્મ જિન ભાગે; જિપર સામ્યતા ધરવી, અમારી એ ખરી સેવા ૧૭ બધાનાં દુઃખ ટાળીશું, બધાને સુખ આપીશું, કરીશું સામ્યતાવાળા. અમારી એ ખરી સેવા. ઉમળકાને સફળ કરવા, બને તે સર્વ આદરશું; ઈચ્છીશું સર્વનું સારૂં, અમારી એ ખરી સેવા. ૧૯ અહંતા બીજ બાળશું, કરીશું નિર્મમ સહુ ખરી વ્યવહારની શુદ્ધિ, અમારી એ ખરી સેવા. ૨૦ મનુષ્યો સહુ પશુ પંખી, ગણીને પ્રાણથી પ્યારા હણું નહિને હણવું નહીં, અમારી એ ખરી સેવા. ૨૧ કર્યું કિંચિત્ ઘણું બાકી, થશે સહુ ભાવીનું ધાર્યું બની સાક્ષી ધરૂં સમતા, અમારી એ ખરી સેવા. ૨૨ અહો ઉદ્યમ ટિટીને, ઉલેચે વારિધિ યને, અહે તે જ ઉત્સાહી, અમારી એ ખરી સેવા. ૨૩ જીવન પરમાર્થમાં સઘળું, નથી કંઈ સ્વાર્થને માટે રૂચે તે સર્વ આદરજે, અમારી એ ખરી સેવા. ૨૪ જગત કુંટુંબ ગણવાનું, બધાંનું સુખ તે હારૂં બુદ્ધ બ્ધિ ધર્મ ફેલાઓ, અમારી એ ખરી સેવા. ૨૫
સુરત,
For Private And Personal Use Only