________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બટાને ખોટા તરીકે જાણે પણ હઠ કદાથી તે મુકી શકે નહીં. ઉસુત્ર ભાષણ કરે, તે આભિનિવેશિક મિથ્યાત્વ જાણવું. શ્રી કેવલી ભગવંત કથિત ધર્મમાં સંશય થાય તે શાંશયિક મિથ્યાત્વ જાણવું. શ્રી કેવલીના ધર્મનું કંઈ જાણપણું નહીં. એ કેદ્રિય, વિક લેંદ્રિયની પેઠે તે અનાગિક મિથ્યાત્વ જાણવું. શ્રી ઠાણાંગસૂત્રમાં દશ પ્રકારે મિથ્યાત્વ કહ્યું છે –
૧ જીવને અજવ કરી જાણે તે મિથ્યાત્વ. : અજીવને જીવ કરી જાણે તે મિથ્યાત્વ. ૩ ધર્મને અધર્મ કરી માને તે મિથ્યાત્વ. અધર્મને ધર્મ કરી માને તે મિથ્યાત્વ. ૫ મેક્ષને માર્ગ જ્ઞાન દર્શન, ચારિત્ર તેને મિક્ષ તરીકે માને નહીં તે મિથ્યાત્વ. ૬ સંસારભ્રમણના હેતુને : મોક્ષ માર્ગ કરી મા ને તે મિથ્યાત્વ. ૭ મુક્ત થયા નથી તેમાં મુક્તપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ. ૮ મુક્તને વિષે અમુક્તપણાની બુદ્ધિ તે મિથ્યા ત્વ. ૯ વિતરાગક્ત સાધુને વિષે અસાધુપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ. ૧૦ અસાધુને વિષે સાધુપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ.
' અભવ્યજીવને અનાદિ અનંતમે ભાંગે મિથ્યાત્વ છે. ભવ્ય જીવને અનાદિ સાંત ભાગે મિથ્યાત્વ છે. સાદિ સાંત સ્થિતિ પડિવાઈ જીવને જઘન્ય થકી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદગલ પરાવર્ત કાલમાં કાંઈક ઉણું સ્થિતિ જાણવી. - ૬ સારવાદન ગુણસ્થાનક-કઈ જીવ ઉપશમ સમ્યકત્વથકી પડે છતો મિથ્યાત્વ ગુણઠાણે જ્યાં સુધી પહોંચ્યું નથી ત્યાં સુધી વચ્ચે છ આવલીકા સુધી રહે. ત્યાં સમકિતને રવાદ રહે તેથી તેને સારવાદન ગુણઠાણું કહ્યું છે.
- ૩ મિશ્ર ગુણ સ્થાનક–જીવ લાપશમિક સમક્તિથી પડી મિશ્ર મહનીયના ઉદયે મિશ્ર ગુણે આવે, અથવા મિથ્યાત્વથી નીકળી સમક્તિ ગુણઠાણે આવતાં વચ્ચે મિશ્ર મહનીયના ઉદયે
For Private And Personal Use Only