________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબંધક, અગી, અભેગી, અરેગી, અભેદી, અવેદી, અદી, અબેદી, અકષાયી, અસખાથી, અલેશી, અશરીરી, અનાહારી, અવ્યાબાધ, અનવગાહી, અગુરુલઘુ, અપરિણામી, અપ્રાણી, અસંસારી, અમર, અપર, અપરંપાર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, લેકાલેક જ્ઞાયક, શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એવા સિદ્ધ ભગવાન છે. તેમને પુનઃ પુનઃ નમું છું. આઠ પ્રકારના કર્મક્ષયથકી સિદ્ધ પરમાત્માને આઠ ગુણ પ્રગટ થયા છે. જ્ઞાના વરણીય કર્મના સંક્ષયથી અનંત જ્ઞાન પ્રગટયું છે. દર્શનાવરણીય કર્મના સંક્ષયથી અનંત દર્શન પ્રગટયું છે, જ્ઞાનને વિશેષ ઉપગ અને દર્શન તે સામાન્ય ઉપાગતરીકે જાણવું. સિદ્ધના જીવોને પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દર્શન જાણવું, છત્મસ્થ અને પ્રથમ સામાન્ય ઉપગ અને પાત્ વિશેષ ઉપગ જાણો. વેદનીયકર્મના સંક્ષયથકી અવ્યાબાધ સુખ પ્રગટે. દર્શન મેહનીય અને ચારિત્રમેહનીયના સંક્ષયથી ક્ષાયિકભાવે સમ્યકત્વ અને સ્થિરતા પ્રગટે છે. આયુષ્ય કર્મસંક્ષયથી સિદ્ધને અક્ષય સ્થિતિ પ્રગટે. સિદ્ધ પરમાત્મા કદાપિ કાળે સંસારમાં અવતાર લઈ શકતા નથી. અને જે સંસારમાં અવતાર લે છે તે સિદ્ધ તરીકે જાણવા નહીં. નામકર્મના સંક્ષયથી સિદ્ધ અમૂર્તપણું પ્રગટે છે. ગેત્રના સંક્ષયથી અગુરુલઘુગુણ સિદ્ધને પ્રગટ છે. અંતરાય કર્મના સંક્ષયથી સિદ્ધ પરમાત્મામાં અનંત, વીર્ય આવિર્ભાવરૂપે પ્રગટયું છે. એ આઠ ગુણ સિદ્ધ પરમાત્માને સાદિ અનંતમે ભાગે પ્રગટયા છે, એક સમયમાં ત્રણે કાલના સર્વ વિચારને સિદ્ધ ભગવાન્ જ્ઞાનેકરી જાણે છે. વિશેષ સિદ્ધનું સ્વરૂપ અનુભવ પશ્ચિશીથી જોવું. તથા સૂત્ર આદિ પવિત્ર ગ્રંથોથી જીજ્ઞાસુએ જાણવું.
સંસારી જીવનું સ્વરૂપ. કર્મ સહિત જે છે તેને સંસારી જી કહે છે. જીવન બે ભેદ છે, સગી અને અગી. અગી તે ચઉદમાં ગુણઠાણે
For Private And Personal Use Only