________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
એક ભારે સ્પર્શમાં ૫ વર્ણ ૨ ગંધ પ રસ ૬ પર્શ ૫ સંસ્થાન સરવાળે ૨૩ ત્રેવીસ થયા, તેને આઠ સ્પ ગુણતાં એક રાસી ૧૮૪ ભેદ થયા.
એક સંસ્થાનમાં પાંચ વર્ણ હોય, બે ગંધ હોય, પાંચ રસ, આઠ સ્પર્શ હોય એવં વિશ ભેદ થયા. તેને પાંચે ગુણતાં ૧૦૦ એક શત ભેદ સંસ્થાનના થયા.
૫ વર્ણના ૧૦૦ ભેદ, ગંધના ૪૬, રસના ૧૦૦ ભેદ, સ્પર્શના ૧૮૪ ભેદ, સંસ્થાનના ૧૦૦ એકશતભેદ, સરવાળે પાંચ ત્રીશ ભેદ પ૩૦ પુણલાસ્તિકાયના થયા, તેમજ ધર્મસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એ આઠ ભેદ તેમજ અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ તથા દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એ આઠ ભેદ થયા, આકાશાસ્તિકાય, ના સ્કંધ, દેશ, પ્રદેશ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એ આઠ ભેદ છે. કાલ અસ્તિકાય નહીં હોવાને લીધે તેના સ્કંધ, દેશ પ્રદેશ નથી. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તથા વર્તના લક્ષણ રૂપ ગુણ છે. તેથી તેના પાંચ ભેદ થયા. ચારના મળી ત્રીશ ભેદ થયા. પુદગલાસ્તિકાયના પાંચશે ત્રીશ ભેદમાં આ ચારના ત્રીશ ભેદ ઉમેરતાં અજવના પદ પાંચસો સાઠ ભેદ થયા. ધર્મતિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ તેમનામાં નથી એ પાંચ જડ છે.
હવે પ્રથમ ધર્માસ્તિકાયનું સ્વરૂપ કહે છે. જીવ અને પુદ્રગલ દ્રવ્યને ગમન ક્રિયામાં સહાય આપવી એ ધર્માસ્તિકાયનું લક્ષણ છે
For Private And Personal Use Only