________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
15મ
આડસ્પર્શી રૂપી પુગલ જે છે તેમાં કેટલાક દષ્ટિ ગોચરમાં આવે અને કેટલાક દૃષ્ટિગોચરમાં આવે નહીં. વાયુકાયના પુદ્ગલ તથા આહારક શરીરના ધુંધલા તે વિસા પુદ્દગલ અને છપ્રકારના દ્રવ્યલેશ્યાના ઈત્યાદિક વસ્તુ આપી જે છે તેમાંહેલા જે પુદગલના સ્કધમાં કર્કશ અને ભારે સ્પર્શના પુદગલ ઘણા હોય તથા સુકુમાલ, મુ૬ અને હલકા પુદ્દગલ ઘણા હેય તે દૃષ્ટિગોચરમાં આવે નહી, એટલે આંખે કરીને દેખાય નહી, ઉપરાંત આદારિક, વૈકિયઆદિ પ્રમુખ સર્વના પુદ્ગલો દૃષ્ટિ ગોચરમાં આવે છે. તે માટે આઠ સ્પર્શીરૂપી પુદગલ દૃષ્ટિગોચરમાં આવે અને નહી પણ આવે. પુદ્ગલ પરમાણુ અનંત જીવાના તથા તે મધ્યેથી એકેક જીવના જે અસખ્યાતા પ્રદેશ તે થકી પણ અનંત ગુણા છે. સ્કંધ પણે અથવા છુટા પરમાણુ પણે વધે તથા ઘટી જાય પણ પરમાણુ પુદ્ગલપણે જે સખ્યા છે તેમાં વધઘટ થતી નથી.
દ્વચકાદિક જેટલા ધ છેતે સર્વનું મૂલ કારણુ પરમાણુ છે. એટલે સર્વ સચિત્ત તથા અચિત્ત ધાતુ પરમાણુઆ કારણ છે. પણ એ પરમાણુનું કારણ કેાઇ નથી, પરમાણુઆ સદા શાશ્વતા છે. પરમાણુ અનાદિકાલના છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહેલા છે. અને તેને વિષે પણ ષદ્ગુણ હાનિ વૃદ્ધિ થઇ રહેલી છે, પરમાણુ સૂક્ષ્મ છે, એક આકાશ પ્રદેશમાં અનંત પરમાણુઆ સમય છે. પણ પરમાણુ મધ્યે ખીજુ કાઈ દ્રષ્ય સમાય નહી. માટે પરમાણુ દ્રવ્ય સૂક્ષ્મ છે અને નિત્ય છે, જેટલા પરમાણુ દ્રવ્ય છે તે સ્કંધાદિ અનેક પણે પરિણમે, પણ પરમાણુ દ્રવ્ય કેઇ વિષ્ણુસી જાય નહી. એવા પરમાણુઆ છે. એક પરમાણુમાં એક રસ હોય, એક વર્ણ હેાય, એક ગંધ હોય. અને લુખા, ચીકણેા, શીત, ઉષ્ણુ એ ચાર સ્પર્શ માંહેલા ગમે તે એ સ્પર્શ હાય. એવા એક પરમાણુ દ્રવ્ય છે અત્ર કાઇ શકાકરે કે પરમાણુ આંખે દેખાતે નથી તે તે કેવી રીતે મનાય ?
For Private And Personal Use Only