________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫.
દેષ રહિત વીતરાગ ભગવાન તેજ સત્યદેવ છે. કારણકે, વિત રાગ, રાગ, દ્વેષ રહિત છે. અને તેથી તેમને અસત્ય બલવાની જરૂર નથી. રાગ અને દ્વેષથી અસત્ય બોલી શકાય છે. વળી વીતરાગ ભગવત કેવળજ્ઞાનેરી ત્રિભુવનમાં સૂર્ય માન છે. તેથી તેમના જ્ઞાનમાં સર્વ પદાથી દ્રવ્ય, ગુણ, પર્યાય, પદ્રવ્ય આદિ પ્રમેય આરિસામાં પ્રતિબિંબની પેઠે વિષથી ભૂત થાય છે, પણ રેય પદાર્થોની પાસે જ્ઞાન કંઈ જતું નથી. જ્ઞાનવડે ભગવાન ત્રણ ભુવનને પિતાનામાં વિષયીભૂત કરે છે.
પ્રશ્ન–હે સદ્દગુરૂ!!! આર સામાં જેમ પ્રતિબિ બ મુખનું ભાસે છે, તેવી રીતે આત્મારૂપ આરીસામાં સર્વ વરતુઓનાં પ્રતિબિંબ પડતાં હશે ?
સગુરૂ–હે શિષ્ય પ્રતિબિંબ, રૂપી પદાર્થનું પડે છે. આદર્શ રૂપી છે, અને મુખ પણ રૂપી છે. તેથી રૂપી એવા મુખનું તદાકારવાળું પ્રતિબિંબ આરીસાની નિર્મળતાથી તેમાં ભાસ્યું. સમજવાનું કે રૂપી પદાર્થનું પ્રતિબિંબ પડે છે. અરૂપીનું પ્રતિબિંબ પડતું નથી. જેમ આકાશ અરૂપી છે, તેનું કઈ પણ વસ્તુમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ આત્માનું પણ કઈ વસ્તુમાં પ્રતિબિંબિ પડતું નથી. આરિસામાં જેમ અન્ય વસ્તુ પ્રતિબિંબિત થાય છે. જેમ આકાશ અરૂપી હોવાને લીધે તેમાં કઈ વસ્તુનું પ્રતિબિંબ પડતું નથી, તેમ આત્મા પણ અરૂપી છે તેમાં અન્ય વસ્તુનું પ્રતિબિંબ પડતું નથી.
શિષ્ય—હે સદ્દગુરૂ!! સર્વ વરતુ આત્મામાં ભાસે છે એમ તમે કહે છે, અને દૃષ્ટાંત આરીસાનું આપે છે તે આરીસાની પડે આત્મામાં પણ અન્ય વસ્તુઓનાં પ્રતિબિંબ પડે છે, અને તેથી આભામાં ભાસ થાય છે. એમ માનવું કેમ ન જોઈએ,
સશુરૂ–હે શિષ્ય !!! આરીસાનું દષ્ટાંત અમોએ ચામું તે એકદેશી છે. આભાસની સાદશ્યતાને લઈ દૃષ્ટાંત આપ્યું છે. કિંતુ
For Private And Personal Use Only