________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારો જ્ઞાન વિહાર
ગઝલ. નિગી સંત છે સુખી, અનુભવ તે ન જાવાને સદા સત્સંગી સુખી છે, પ્રભુ પ્રેમે જણાવાને. અમારે સર્વથી મળવું, અમારે સર્વથી હળવું; અમારે સર્વને જેવું, અમારે પાપને છેવું. અમારે ભેદ નહિ કેથી અમારે પ્રેમ છે સાથી; અમારે શાંતિમાં રહેવું, અમારે સત્યને કહેવું. અમારે ધર્મનું ભાતું, અમારે ધર્મનું ખાતું, અમારે ધર્મની દષ્ટિ, અમારે સત્યની વૃત્તિ. અમારે ધર્મમાં કરવું, અમારે જ્ઞાનથી ફરવું; અમારી દૃષ્ટિ છે ન્યારી, અમારી દૃષ્ટિ છે સારી. અમારૂં તે અમારામાં, તમારૂં તે તમારામાં અમારૂં તે તમારૂં છે, તમારૂં તે અમારૂ છે. ભણેલા ભેદ જાવાના, અલખમાં તે સમાવાના; નયના ભેદ સમતા સહુ અપેક્ષા જ્ઞાનથી એ કહું. ૭ અપેક્ષા જિનવાણીની, સમજતાં સત્ય સમજાયું; બુદ્ધ બ્ધિ સંત સેવામાં, અલખના બંધથી ગાયું. ૮
મુ. ડુમસ.
For Private And Personal Use Only