________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
ક્ષણિક સંગે નિર્ધારી, કર તું શુદ્ધાતમથી યારી; ઝટ ભૂલી દુનિયાદારી.
ચતુર૦ ૭ એક દિન અણધાર્યું છે જાવું, નાહક માયામાં હરખાવું; શું પડિતને પરખાવું.
ચતુર૦ ૮ અમૂલ્ય અવસર રૂડે પામી, થા તું અન્તર્ ગુણ વિશ્રામી; બન ચિઘન ચેતન રામી.
ચતુર૦ ૯ જાગી લે તું અન્તર્ ભાવે, રમજે આતમ શુદ્ધ સ્વભાવે; ઝટ જન્મ મરણ દુઃખ જાવે.
ચતુર ૧૦ નામ રૂપથી ત્યારે ધારી, પરમાતમપદ થા અધિકારી, બુદ્ધિસાગર સુખકારી.
ચતુર૦ ૧૧ (અમદાવાદ)
થાન સવા સુરવાર.”—ઘર રાગ (ધન્યાશ્રી.)
(૧૩૦) ધ્યાન સદા સુખકાર, જગતુમાં ધ્યાન સદ્દગુરૂ પાસે શિખીએ, જીવાજીવ સ્વરૂપ; ષડુ દ્રવ્યાદિક ધારીનેરે, ટાળે ભવભય ધૂપ. જગમાં. ૧ ચિત્ત ચંચળતા વારીનેરે, નિર્જન દેશે વાસ; કીજે શમસુખ પામવારે, ત્યાગી પુદ્ગલ આશ. જગમાં ૨ જિજ્ઞાસા શુદ્ધ ધર્મની, આતમ ધર્મ પ્રેમ, અન્તર સ્થિરતા જ્ઞાનથી, શિવ સુખ મકલ ક્ષેમ. જગમાં ૩ નય નિક્ષેપ પ્રમાણથીરે, ધ્યાને આતમરાય; સદસ૬ ભેદભેદથીરે, નિજગુણ વ્યક્તિ થાય. જગતમાં ૪ અડગવૃત્તિથી ધ્યાવતારે, હવે મને વિશ્રામ; અનુભવ ત્યારે જાગશે, આનન્દ ઉદધિ ઠામ. જગમાં પ વીર પ્રભુએ ધ્યાનથી, પાડું કેવલ જ્ઞાન; ધ્યાને કર્મ ક્ષય હુવેરે, એમ ભાખે ભગવાન. જગતુમાં ૬
For Private And Personal Use Only