________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
સર્વ ગુણે જાણે જિનવરમાં, બાકી દેવી હોય; નિર્જમાં અવગુણ પિઠ ભરી છે, જુવે ન તેને કેયરે. નિન્દા. ૯ કર્મવશે સૈ દેશે ભરિયા, કર ન નિન્દા ભાઈ; બુદ્ધિસાગર ગુણને ગાતાં, જગમાં હવે વડાઈરે. નિન્દા૧૦
(મહેસાણા)
“વા સ્ત્રી ઘરે શું જોવા.”—૧૬.
(૭૮) (શામળિયાની પાઘડી–એ રાગ) છવડ લી ફરે શું ફેક, તારૂં જગ કે નહીં, તારી કાયા સુકમળ કેળ કે, તે પણ અહીં રહી; ઘર હાટે ને ચેપડારે, કુટુમ્બને પરિવાર; આંખ મિંચા સાથમાંરે, કેઈ ન આવે લગાર તારૂં. ૧ હસતે ખાતે પહેરતેરે, ફરતો મારે હેર; કાળ કેળીઆ આગબેરે, લાગે શી ત્યાં દેર. તારૂં. ૨ પુણ્ય પાપને નહિ ગણેરે, અભિમાનને તેર; એક દિન એહવે આવશેરે, ચાલે નહિ કંઈ જેર. તારૂં. ૩ કૂડ કપટને કેળવે, કજીયા ને કંકાસ, માંહોમાંહે લડાવતરે, મરી નરકમાં વાસ, તારૂં ૪ રાજા રંક ને બાદશાહરે, હકીમ હોદ્દાદાર; કાળે સહુ ભક્ષણ કર્યારે, તારે ત્યાં શે ભાર. તારૂં૫ મરી મરી સહુ ચાલિયારે, પરગટ ચાલે પેખ; પૃથ્વી થઈ નહિ કેઈનીરે, ચેતન નજરે દેખ. તારૂં. ૬ આજ કાલ કરતાં થકારે, દહાડા વીતી જાય; કરવું હોય તે કીજીએ, પસ્તા પછી થાય. તારૂં૮ મરી મૂછે હાલતારે, જગ વર્તવે આ ધાગાવિણ નાગા ગયારે, જેને નજરે મશાણ, તારૂં૮ વંશ કેઈને નવિ રહ્યરે, નામ જાત ને ભાત; આયુષ્ય ખૂટે ચાલવુંરે, પરભવ લેવી વાટ. તારૂં. ૯
For Private And Personal Use Only