________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
લાલચુ લપેટ લુચ્ચે બની તે, કરી કુસકી યારી રે;
માયા ન તારી. માયા. ભજન પ્રભુનું ભૂલી તેતે, ધમિસંગ નિવારીરે.
માયા ન તારી માયા. ૬ જ્ઞાનની વાત ન મનમાં ગમતી, વ્યારી ઘેબર ઘારીરે,
માયા ન તારી. માયા. ફ્રગટ મમતામાં કુલીને, ઉમર આખી હારીરે.
માયા ન તારી. માયા. ૭ ચેતે ચેતે ચિત્તમાં ચટપટ, સમજે નરને નારીરે
માયા ન તારી માયા. આંખ મિંચાએ કશું ના હાથે, જાવું સૌ વિસારીરે.
માયા ન તારી. માયા. ૮ કર પરમારથથી પ્રીતિ, ગુરૂ સેવા ઉપગારી રે;
માયા ન તારી. માયા. બુદ્ધિસાગર ધમજનની, હું જાઉ બલિહારીરે.
માયા ન તારી. માયા. ૯
(અમદાવાદ)
“પરણીને તેનો નારે.”—T.
(૪૬)
પરખીને લેજે નાણુંરે, આ આવ્યું ઉત્તમ ટાણું; ટે ટે કરતાં તુરત વારમાં, આવે જમનું આણું. પરખીને. ૧ હે હે કરીને હસતાં આવ્યું, પરભવનું પસ્તાનુંરે, પરખીને. ફૂલણ ફાંફાં મારે શું તું, પડતું રહેશે ભાણુંરે. પરખીને. ૨ શું મસ્તાને થઈને મહાલે, ચાલ્યા લાખ નવાણુંરે. પરખીને. મેહમાયાના વશમાં થાતાં, પડયું ઝાઝમાં કાણુંરે. પરખીને. ૩ માથે કાલ ઝપાટે વાગે, ઉંઘણે શું ઉંઘાણું રે. પરખીને. થાતાં મેંદી આળસને તું, નર્કનું પામે હારે. પરખીને. ૪
For Private And Personal Use Only