________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“gવું વાવિવારે હૃક્ષા.”—g.
રાગ પ્રભાતિચાલ, એવું સ્વરૂપ વિચારે હંસા, ગુરૂતમ શૈલી ધારીરે. એવું. પુદ્ગલ રૂપાદિકથી ન્યારે, નિર્મલ સ્ફટિક સમાને રે; નિજ સત્તા ત્રણ કાલે અખડિત, કબહુ રહે નહિ છાનેરે. એવું. ૧ ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમ ધંધે લાગે; સ્થિર દષ્ટિ સત્તા નિજ ધ્યાયી, પર પરિણમતા ત્યાગેરે. એવું. ૨ કર્મ બન્ધ રાગાદિક વારી, શક્તિ શુદ્ધ સમારી ઝીલે સમતા ગંગા જલમાં, પામી ધ્રુવની તારીરે. એવું. ૩ નિજગુણરમતે રામ થયે જબ, આત્મારામ કહાયેરે, બુદ્ધિસાગર શોધે ઘટમાં, નિજમાં નિજ પરખાયેરે. એવું. ૪
(અમદાવાદ) “પરમાર રહેતો ગુણ છે.”—g.
(૪૩) પરમપદ પરતે સુખ મળે, અનાદિ દુઃખની બ્રાન્તિ ટળે, શુદ્ધ રૂપે ભળે ચેતના, નિજધન નિજમાં મળે, સાધ્યલક્ષી આતમા થઈ, અકલપણે નિજ કળે. પરમ ૧ ત્યાગી થઈને ત્યાગી લે તું, અવસર આવ્યે ફળે, બુદ્ધિસાગર જાગતાં ઘટ, કર્મનું શું વળે.
પરમ ૨ (વિજાપુર).
“વાર કમુ હારારે માર.”—સ્તવન
વીર પ્રભુ હાલારે મારા, લાગે મનમાં અતિશય પ્યારા. વીર. ત્રિશલા નન્દનારે જ્ઞાની, પાંત્રીશ ગુણથી શોભે વાણી. વીર. ૧ દુનિયાદારીરે ત્યાગી, આતમ ગુણથી પ્રીતિ લાગી. વીર. ત્રીશ વર્ષેરે દીક્ષા લીધી જગજન કરવા શિક્ષા. વીર. ૨
For Private And Personal Use Only