________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“અનુભવ બાતમનો નો વર”—.
(અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) અનુભવ આતમને જે કરે, તદા તું અજરામર થઈ કરે; દેહ દેવળમાં ઉંધ્યા દેવને, ઘી નહિ સુખ અરે, સુરતા ઘટે ઊંઘ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદા તું ૧ ત્યાગે ન જલ જેમ માછલું ભાઈ તેમ ગુણ નિજ વરે; અલખ અવિહડ આસમાની, દશા કદિ નહિ ફરે. તદા તું ૨ પાર્શ્વમણિ સમ ધ્યાન તારૂ, સિદ્ધ બુદ્ધતા વરે, પરમબ્રહ્મ સ્વરૂપ પામી, નામ રૂપ નહિ ધરે. તદા તું. ૩ ગાલમાંહિ બેશીને ઝટ, ચાલજે નિજ ઘરે; સારથી મનડું અધ ઈન્દ્રિય, સાચવે સુખ સરે. તદા તું ૦ ૪ છેલ્લી બાજી જીતી લે ભાઈ, માયાથી શીદ મરે; બુદ્ધિસાગર ચેત ઝટપટ, ચેતના કરગરે. તદા તું. ૫
( વિદ્યાપુર )
“નીવા ઘાટ નવા શી ઘરે”—g.
(અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) જીવડા ઘાટ નવા શીદ ઘડે, પલકની ખબર તને નહિ પડે, માયાથી મસ્તાન થઈ અરે, દુર્ગતિ રડવડે, સદગુરૂને સંગ કરે ભાઈ, મારગ સાચે જડે. પલક ૧ જે ઘરે ઘડિયાલ વાજે, નેબત ગડગડગડે; તેહ ઘરે જે કાગ ઉડે, ગીધયૂથ અડવડે.
પલક ૨ મેહ મદિરા પીને મર્કટ, કૂદી છાપરે ચડે; મનડું મર્કટ થાય વશ, મુક્તિ પુરી જઈ અડે. પલક. ૩ કર પ્રીતિ પરમાત્મા સાથે, ફેગટ કયાં આથડે. બુદ્ધિસાગર' આત્મધ્યાને, તુજને નહિ કેઈ નડે, પલક૪
( વિજાપુર )
For Private And Personal Use Only